ભાવનગરમાં તળાજા લેન્ડગ્રેબિંગના 7 પૈકીના 6 આરોપીને પોલીસે જવા દીધા:ગૃહમંત્રીને ફરિયાદ
ભાવનગર જિલ્લાના તળાજાના દાતરડ વાળા ની વાડી ખાતે રહેતા હરજીભાઈ ઓઘાભાઈ ભૂત અને મહુવા ખાતે રહેતા પરષોત્તમભાઈ પાંચાભાઈ સેંતા એ તળાજામા વેપાર ધંધો કરતા અને મૂળ પાદરી(ગો) ગામના એકજ પરિવાર ના 7 સભ્યો વિરુદ્ધ શેત્રુંજી નદી કાંઠે આવેલ જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડ્યા ની લેન્ડગ્રેબિંગ કાયદા મુજબ કરેલ કાર્યવાહી ન ભાગ રૂૂપે કલેક્ટર ના આદેશબાદ તળાજા પોલીસે બે અલગ અલગ સાત વ્યક્તિ સામે ગુન્હો નોંધ્યો હતો.
આ ગુન્હાની તપાસ વિભાગીય પોલીસ વડા IPS અંશુલ જૈન ચલાવી રહ્યા છે.ફરિયાદ નોંધાઇ તે સમયે પોલીસ એફ.આઈ.આર મુજબના સાતેય આરોપી ને પોલીસ મથકે લાવી હતી. બાદ એક ની અટકાયત કરી ને બાકીના છ આરોપી ને જવા દીધાછે.આ મામલે ફરિયાદી હરજીભાઈ ભૂત એ જિલ્લા પોલીસ વડા થી લઈ ગૃહમંત્રી, મુખ્યમંત્રી સુધીના ને મેઈલ કરી ઇન્વેસ્ટિગેશન કરતા પોલીસ અધિકારી સામે આરોપ લગાવ્યો છેકે આરોપીઓ માથાભારે છે,તેઓને જવા દેતા કાયદો હાથમાં લઈ શકે છે જેને લઈ જીવનું જોખમ હોવાનો ભય વ્યક્ત કર્યો છે.એફ.આઈ. આર સમયે સાતેય આરોપીઓ હાજર હતા.બાદ જવા દેતા પોલીસ ને પૂછતાં 24 કલાકમા બધા ની ધરપકડ કરી લઈશું પણ કરી નથી.ફરિયાદી એ ત્યાં સુધી આરોપ લગાવ્યો છેકે ફરજમાં ઘોર બેદરકારી અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ નથી.
ફરિયાદીના આરોપ સામે ઇન્વેસ્ટિગેશન કરનાર એ.એસ.પી જૈનએ જણાવ્યું હતુ કે કાયદા મુજબ કાર્યવાહી ચાલી રહી છે. આરોપીઓને નોટીસ આપી છે. જવાબ લખાવી રહ્યા છે.કોનો શુ રોલ છે અને જમીન માંથી કોણ કોણ આર્થિક લાભ મેળવતા હતા તેની ઊંડાણ પૂર્વક ની તપાસ ચાલુ છે. લેન્ડગ્રેબિંગ નો મુખ્ય હેતુ જમીન ખાલી કરવા નો છે તે જમીન ખાલી કરી દીધી છે. કાયદા નો જે ઉદ્દેશ્ય છે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે.પોલીસે દાવો કર્યો હતોકે જમીન નો કબ્જો ખાલી કરી દીધો છે.તેની સામેં ફરિયાદી હરજીભાઈ ભૂત એ જણાવ્યું હતુ કે અમોને હજુ જમીન નો કબ્જો મળ્યો જ નથી.તેઓએ માગ કરી છેકે હાલના અધિકારી પાસેથી તપાસ લઈ ડી.આઈ. જી પોતાની પાસે તપાસ લઈ લે!.