ચોરી કરવા ઘુસેલા બે તસ્કરો સીસીટીવીમાં કેદ થતા પોલીસે હાથ ધરેલી શોધખોળ
મેંટોડા જીઆઇડીસી વિસ્તારમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે. મેટોડા જીઆઇડીસીમાં આસ્થા વિલેજ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મહિલાના રહેણાંક મકાનને નિશાન બનાવીને રૂૂ.45 હજારની રોકડ અને દાગીના ચોરી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી પોલીસે આ મામલે વધુ તપાસ શરૂૂ કરી છે. મળતી વિગતો મુજબ રાજકોટ નજીક આવેલા મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે.
મેટોડા જીઆઇડીસી વિસ્તારની આસ્થા વિલેજ સોસાયટીમાં તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવ્યું હતું. આસ્થા વિલેજ સોસાયટીમાં રહેતી વૈશાલીબેન પંકજભાઈ ટોડરમલના મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ મકાનમાંથી સોનાના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી હતી. ચોરીમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રૂૂપિયા સહીત રૂૂ.45,000ની મતા ચોરી ગયા હતા. તસ્કરોએ ચોરી કર્યાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તસ્કરોની ઓળખ મેળવવા વધુ તપાસ શરુ કરી છે. આ ઘટનાની જાણ થતાં જ મેટોડા પોલીસ મથકના પી.આઈ શર્મા સહીતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે વૈશાલીબેનની ફરિયાદને આધારે ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂૂ કરી છે.