ગુંડાઓ સામે પોલીસ એક્શન મોડમાં; પાંચ ઓરડીનું ડિમોલિશન, 6 વીજજોડાણ કટ
રૂખડિયાપરાના હિસ્ટ્રીશીટર તેમજ જંગલેશ્વર અને આશાપુરાના પેંડા ગેગના સાગરિતો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી
શહેર વધી રહેલી ગુનાખોરીમાં ગુનેગારો ઉપર અંકુશ લગાવવા પોલીસે વધુ એક વખત ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ તોડી પડવાના અભિયાનની વહીવટીતંત્રને સાથે રાખી ફરી શરૂૂઆત કરી છે. પોલીસે શરૂૂ કરેલા અભિયાન દરમ્યાન ભકિતનગર પોલીસે જંગલેશ્વર અને આશાપુરામાં રહેતા પેંડા ગેગના સાગરીતોના મકાનના ગેરકાયદેસર વીજ કનેકશને કાપી નાખ્યા હતા જયારે પ્રનગર પોલીસે રૂૂખડીયા પરામાં રહેતા બુટલેગરના ગેરકાયદે બનાવેલ પાંચ ઓરડી ઉપર બુલડોજર ફેરવી નાખ્યું હતું તેમજ 1 વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું.
મંગળા રોડ પર પેંડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે જાહેરમાં થેયલા અંધાધુંધી ફાયરીંગના બનાવ બાદ પોલીસ એકશનમાં આવી હતી. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાય અને લોકોમા સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસમાજીક ગુંડા તત્વો વિરૂૂધ્ધ ફરી કડક શિક્ષાત્મક કાર્યવાહી શરુ કરી છે. પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનના પી.આઈ વી.આર.વસાવાના માર્ગદર્શન હેઠળ રૂૂખડીયા પરા અતુલના ખાડામા રહેતા રાજેશ ઉર્ફે ડોનીયો રમેશભાઈ ચૌહાણ વિરૂૂધ્ધમા દારૂૂ અને મારામારીના ફૂલ 06 જેટલા અલગ-અલગ ગુના તથા પાસાના ગુન્હા હોય રાજેશે રૂૂખડીયા પરા ગેરકાયદેસર દબાણ કરેલું હોય જે બાબતે રાજકોટ મહાનગર પાલીકા તથા નાયબ ઈજનરે પીજીવીસીએલનાં અધીકારી તથા કર્મચારીને સાથે રાખી ગેરકાયદેસર દબાણ જેમા ઓરડી 5નું ડીમોલીશન કરી એક ગેરકાયદેસર વિજકનેક્શન દુર કયું હતું.
ઉપરાંત ભકિતનગર પોલીસે મરઘા ગેંગના ફરાર આરોપી સંજય તેમજ તેની કુખ્યાત માતા રમા અને કોઠારીયા રોડ પર આશાપુરા નગરમાં રહેતા અને ફાયરીંગના ગુનામાં પકડાયેલા ભયલુ સહિત પાંચ શખસોના મકાનો ઉપર વીજ કનેકશન કટ કરવામાં આવ્યા હતા. અગાઉ સરકારે નામચીન ગુનેગારોના મકાનો પાડી દેવાના આદેશ બાદ રાજકોટ પોલીસે જંગલેશ્વરમાં રહેતા અને તાજેતરમાં જ અંધાધૂંધ ફાયરીંગમાં સુત્રધારનુ મકાન પર બુલડોજર ફેરવી કાર્યવાહી કરી હતી તે ઉપરાંત ભગવતી પરા, 150 ફુટ રીંગ રોડ સહીતના હીસ્ટ્રીસીટીરોના મકાન તેમજ વીજ કનેશકન કાપી નાખી કાર્યવાહી કરી હતી. જે અભિયાન દરમ્યાન બાદ ફરી ગુનેગારો તેમજ લૂખ્ખાઓએ માથુ ઉચકતા પોલીસે ફરી કડક કાર્યવાહી શરૂૂ કરી છે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ઝોન-1 હેતલ પટેલ,ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ તેમજ એસીપી પશ્ચિમ વિભાગ રાધીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનના પી.આઈ વી.આર.વસાવા તેમજ ભક્તિનગર પોલીસ મથકના પી.આઈ એમ.એમ.સરવૈયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
