ભરૂચના ‘મનરેગા’ યોજનાના કૌભાંડની તપાસ માટે પોલીસ દ્વારા ‘સીટ’ની રચના
દાહોદ બાદ ભરૂચમાં ઝડપાયેલા રૂા.7.30 કરોડના મનરેગા યોજનાના કૌંભાડની તપાસ માટે પોલીસ દ્વારા ‘સીટ’ની રચના કરવામાં આવી છે. ત્યારે તટસ્થ તપાસ થાય તો હજુ મસમોટુ કૌભાંડ બહાર આવવાની શકયતા જાણકારો દર્શાવી રહ્યા છે.
ભરૂૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ એક મોટું કૌભાંડ બહાર આવ્યું હતુ. જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડ રૂૂપિયાનું કૌભાંડ થયાની શંકા છે. આ કૌભાંડમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સી સંડોવાયેલી છે. આ કૌભાંડને પણ હજી પાશેરામાં પહેલી પૂણી માનવામાં આવે છે. તપાસમાં ઊંડા ઉતરતા કૌભાંડની રકમનો વ્યાપ વધે તેવી શક્યતા છે.
બંને એજન્સીઓએ મળીને 11 ગામોમાં મનરેગા હેઠળના કામોમાં ગેરરીતિ કરીને સરકાર પાસેથી 19.64 લાખ રૂૂપિયા મેળવ્યા હતા. આ મામલે ભરૂૂચ શહેર વિભાગીય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલાની તપાસ માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ એક ખાસ ટીમ બનાવી છે. ટીમમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.
તપાસ અધિકારી આર.એમ. વસાવાની આગેવાની હેઠળની ટીમે હાંસોટ તાલુકાના સામલી, કાંટીયાજલ, બોલણ અને સુનેવખુદ ગામમાં તપાસ કરી છે. પોલીસે આ ગામોમાં પાંચ કેસ સહિત કાર્યવાહી પૂર્ણ કરી છે. આ કૌભાંડમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. આમ ગરીબોના ખિસ્સામાં એક રૂૂપિયો પણ નહીં જવા દેવાનું જાણે આ કૌભાંડીઓએ નક્કી કરી લીધું છે.