ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરતના વોન્ટેડ સલમાન લસ્સીને પકડવા પોલીસનું ફાયરિંગ

01:00 PM Nov 06, 2025 IST | admin
Advertisement

નવસારીના ડાભેલમાં ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન : સલમાને પીઆઈ પર છરીથી હુમલો કરતા પોલીસે ફાયરિંગ કર્યું

Advertisement

આરોપી સલમાન લસ્સી વિરૂધ્ધ 15 જેટલા ગંભીર ગુના, ગોળી આરોપીના પગની આરપાર નીકળી ગઈ

સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત 15 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમબ્રાંચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો, જ્યાં ક્રાઇમ બ્રાંચની ટીમે તેને દબોચી લેવા માટે પહોંચી હતી. જોકે, ધરપકડથી બચવા સલમાન લસ્સીએ PI સોઢા પર ચપ્પુથી હુમલો કરતાં PI એ સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી. હાલમાં આરોપીને સારવારમાં ખસેડી પોલીસે વધી તપાસ શરૂૂ કરી છે.

ક્રાઇમ બ્રાંચના પીઆઇ કિરણ મોદી અને પીઆઇ પી. કે. સોઢાની ટીમે બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે સલમાન લસ્સી જે મકાનમાં છુપાયેલો હતો, તેની આસપાસના પાંચ મકાનોને ચારેબાજુથી કોર્ડન કરી દીધા, જેથી તે છત પરથી કૂદીને ભાગી ન શકે. એક ટીમ આગળના દરવાજા પર હતી, જ્યારે બીજી પાછળના ભાગે સંતાયેલી હતી. ક્રાઈમ બ્રાંચે આરોપી માટે ભાગી છૂટવાનો કોઈ રસ્તો બાકી રાખ્યો નહોતો. સલમાન લસ્સી જે રૂૂમમાં છુપાયો હતો, તે રૂૂમ અંદરથી બંધ હતો, પરંતુ તેને ખબર પડી ગઈ કે પોલીસ તેને પકડવા આવી ગઈ છે. ક્રાઈમ બ્રાંચે તેને આત્મસમર્પણ કરવા માટે કહ્યું, પરંતુ અંદર છુપાયેલો લસ્સી બહાર આવવા તૈયાર નહોતો. મકાનના આગળના ભાગમાં તેના પરિવારજનો હતા, જ્યારે પોતે પાછળના ખૂણામાં ભરાઈને બેઠો હતો.

જ્યારે પોલીસે ઘેરો વધુ મજબૂત બનાવ્યો, ત્યારે આરોપી સલમાન લસ્સીએ ધરપકડથી બચવા એક ખતરનાક ચાલ રમી. તેણે સૌથી પહેલા ક્રાઈમ બ્રાંચના બંને પીઆઇને ચપ્પુ બતાવ્યું હતુ. આ દરમિયાન તેણે ઙઈં પી. કે. સોઢાને ચપ્પુ મારવાની કોશિશ કરી હતી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિની ગંભીરતા અને જીવનું જોખમ જોતાં ઙઈં પી. કે. સોઢાએ જવાબી કાર્યવાહીમાં અને પોતાના સ્વબચાવમાં તાત્કાલિક પોતાની સર્વિસ રિવોલ્વરથી સલમાન લસ્સીના જમણા પગ પર ગોળી ધરબી દીધી હતી.

સવારના 3.15 વાગ્યાની આસપાસ ડાબેલ ગામનો આશિયાના મહોલ્લો અચાનક ગોળીબારના અવાજથી ગુંજી ઊઠ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુખ્યાત આરોપી સલમાન લસ્સીને પકડવા માટે આ ઓપરેશન શરૂૂ કર્યું હતું. આ ઘટનામાં પોલીસ ટીમના કોઈ સભ્યને ઇજા થઈ નહોતી. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો અને હુમલો નિષ્ફળ બનાવ્યો હતો. અંતે, ગોળી વાગ્યા બાદ સલમાન લસ્સીની ધરપકડ કરવામાં આવી હતી.

સલમાન લસ્સીની હત્યા, ખંડણી સહિતના 15 ગુનામાં સંડોવણી
સલમાન લસ્સી પર માત્ર મારામારી જ નહીં, પરંતુ હત્યા, હત્યાની કોશિશ, ખંડણી સહિતના અલગ-અલગ 15 જેટલા ગંભીર ગુનાઓ દાખલ છે. સલમાન લસ્સી હાલમાં જ ભેસ્તાન ભીંડી બજાર સ્થિત ખલીલ ટી-સેન્ટર ખાતે થયેલા શકીલ નામના યુવકની હત્યાના કેસમાં પણ મુખ્ય વોન્ટેડ હતો. મારમારી કરી લોકોને મોતને ઘાટ ઉતારનાર આ આરોપીનો સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન વિસ્તારમાં ખુબ આતંક હતો.

Tags :
crimegujaratgujarat newsSalman LassisuratSurat police
Advertisement
Next Article
Advertisement