બુટલેગરો ઉપર પોલીસની ધોંસ, 10 સ્થળે દરોડા
સ્થાનિક પોલીસ સાથે એલસીબીની ટીમ ત્રાટકી, દેશી સાથે 7, વિદેશી દારૂ સાથે 2 અને પીધેલા પાંચ પકડાયા
શહેરમાં દેશી દારૂૂ અને વિદેશી દારૂૂના બુટલેગરો ઉપર ગાળિયો મજબૂત કરવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ કડક કાર્યવાહી કરવા સુચના આપી હોય ત્યારે સ્થાનિક પોલીસ સાથે એલસીબી ઝોન-1 અને ઝોન-2ની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 8 મહિલા સહીત 10 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે તેમજ દારૂૂ પીધેલા પાંચ મળી 18 થી વધુને ઝડપી લેવામાં આવ્યા હતા અને 66 લીટર દેશી દારૂૂ તેમજ એક ભઠ્ઠી પકડી પાડી હતી.
શહેરમાં અનેક સ્થળોએ દેશી દારૂૂના અડ્ડાઓ ધમધમી રહ્યાં હોય તેવા સંજોગોમાં દેશી દારૂૂના વધતા જતાં દુષણને ડામવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની સુચનાથી દેશી અને વિદેશી દારૂૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે સર્જીકલ સ્ટ્રાઈક જેવી કાર્યવાહી કરતા બુટલેગરોમાં સન્નાટો છવાઈ ગયો હતો.
એક જ રાતમાં સ્થાનિક પોલીસ સાથે એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી.વી.ચુડાસમા સાથે એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ.ઝાલા સહિતના સ્ટાફે દરોડા પડ્યા હતા.જેમાં 8 મહિલા બુટલેગર સહીત 10 દેશી દારૂૂના ધંધાર્થી ને ઝડપી લઇ 66 લીટરથી વધુ દેશી દારૂૂ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ એલસીબી ઝોન-2ની ટીમે રૈયાધાર માંથી દેશી દારૂૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લઇ 100 લીટર આથો તેમજ 10 લીટર દેશી દારૂૂ સહીત રૂૂ,8400નો મુદ્દમાલ કબજે કર્યો હતો. તેમજ વિદેશીદારુ ના 50 ચપલા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં કુવાડવા હાઇવે ઉપર થી દાઉદ સારવણ મીરને બે ચપલા સાથે જયારે આંબેડકરનગરના જયસુખ જયંતીભાઈ પરમારને 48 ચપલા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
કાલથી દારૂૂ પીધેલા અને હથિયાર સાથે ફરતા તત્વો વિરુદ્ધ કરાશે સ્પેશિયલ ડ્રાઈવ
શહેરમાં દારૂૂ પીધેલી હાલત માં વાહન ચલાવતા અને છરી સહિતના ઘાતક હથિયારો સાથે ફરતા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ આદેશ આપ્યો છે જે અન્વયે કાલથી બે દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસની સ્પેશીયલ ડ્રાઈવ યોજાશે જેમાં ચેકિંગ કરી દારૂૂ પી વાહન ચલાવતા અને હથિયારો સાથે ફરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ડ્રાઈવમાં ક્રાઈમ બ્રાન્ચ, જઘૠ, ઙઈઇ , એલસીબી ઝોન-1 અને ઝોન-2 સાથે સ્થાનિક પોલીસ હવે મેદાનમાં ઉતરી બે દિવસ સ્પેશિયલ ડ્રાઈવ યોજી ચેકિંગ કરશે. ચેકિંગ દરમિયાન શકમંદોના તમામના પોલીસ રેકોર્ડ તપાસીને, ત્યારબાદ જો કોઈ શખ્સનું નામ અગાઉ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યું હશે તો તેના વિરુદ્ધ અલગથી કાર્યવાહી કરવામાં આવશે