હળવદમાં બૂટલેગરો ઉપર પોલીસની તવાઈ, 118 લિટર દારૂ સાથે 12 ઝડપાયા
મોરબીના હળવદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂૂને લઈ પોલીસની મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ મેગા ડ્રાઈવમાં પોલીસે સુંદરગઢ, ચરાડવા, રાયસંગપુર, કેદારિયામાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 23,600નો 118 લિટર દેશી દારૂૂના જથ્થા સાથે 12 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યના વિવિધ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લૂંટફાટ, હથિયાર, હત્યાની ઘટનાઓ સતત સામે આવતી રહેતી હોય છે. ત્યારે આ વચ્ચે મોરબીમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો છે. મળતી માહિતી મુજબ, હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલિસની દારૂૂની મેગા ડ્રાઈવ ચાલી રહી હતી. પોલીસે હળવદ તેમજ સુંદરગઢ, ચરાડવા, રાયસંગપુર,કેદારીયામા દરોડા પાડયા હતા. તેવામાં બાતમીના આધારે 30 પોલીસકર્મીઓની 5 ટીમે હળવદમા દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન 118 લીટર દેશીદારૂૂ કિંમત 23600-અંગ્રેજી દારૂૂની 10 બોટલો સહિત 38500નો મુદ્દામાલ સાથે 14 બુટલેગર ઝડપાયા હતા.પોલીસે વિદેશી દારૂૂની 10 બોટલ સહિત 38,500નો મુદ્દામાલ જપ્ત કરીને 12 બુટલેગરોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 શખ્સ ફરાર થઇ ગયા છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
પિસ્તોલ સાથે ઝડપાયો
મોરબીના વિશિપરા વિસ્તારમાંથી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ એક પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે ફરી રહ્યો છે. મોરબીની બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ વર્તણુંક જણાતા શખ્સની તપાસ કરી હતી. પોલીસ તપાસ દરમ્યાન શખ્સ પાસેથી પિસ્તોલ અને બે જીવતા કાર્ટિસ જપ્ત કર્યા હતા. આ શખ્સની ઓળખ સદ્દામ કટિયા તરીકે થઈ હતી. બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ શખ્સ આ હથિયાર શા માટે લાવ્યો હતો.