જામનગરના રેપકાંડમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ : આરોપી ફરાર
જામનગર ના ઓઇલ મિલર એવા એક ઉદ્યોગપતિ સામે સિક્કા પોલીસ મથકમાં ગત 31મી તારીખે લોન ક્ધસલ્ટન્ટ નું કામ સંભાળતી એક યુવતીએ પોતાના ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને સિક્કા પોલીસે જામનગરના ઉદ્યોગપતિ વિશાલ મોદી સામે ગુનો નોંધ્યો છે, અને આ સમગ્ર પ્રકરણની વધારાની તપાસ લાલપુરના આઇપીએસ અધિકારી શ્રી પ્રતિભા ચલાવી રહ્યા છે. તેઓએ પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે આરોપી વેપારી દ્વારા યુવતિને લોનના બહાને શરમત પાટીયા પાસેની એક પવિલાથ માં બોલાવ્યા પછી નશાકારક પ્રવાહી પીવડાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું, અને વારંવાર બ્લેકમેલ કરતો હતો.
સૌપ્રથમ આ બનાવ ફેબ્રુઆરી 2024 માં બન્યો હતો, ત્યાર પછી અનેક વખત યુવતી નું શોષણ કરવામાં આવ્યું હતું, અને જામનગર શહેરમાં અલગ અલગ સ્થળે તેણીને બોલાવ્યા બાદ વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો, અને આ પ્રક્રિયા છેક સપ્ટેમ્બર 2025 સુધી ચાલી હતી. ગત 28 તારીખે ભોગ બનનાર યુવતિ સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે આવી હતી, અને પોલીસ દ્વારા તપાસ કર્યા બાદ તેની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપી વેપારી વિશાલ મોદી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
