રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીમાં પોલીસની મેગા ડ્રાઈવ, રોંગમાં આવતા 18 ચાલકો ઝડપાયા

12:28 PM Dec 06, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મોરબી જીલ્લામાં સરપ્રાઈઝ વાહન ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત 450 વાહનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં 13 મોટા વાહનો ડીટેઈન કરી તેમજ રોંગ સાઈડ અને વધુ સ્પીડમાં જતા 18 વાહનચાલકો સામે ફોજદારી ગુના નોંધવામાં આવ્યા છે

મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી માટે ભારે વાહનોની સરપ્રાઈઝ વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરાયું હતું જે વાહન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન કુલ 450 વાહનો ચેક કર્યા હતા જેમાં નંબર પ્લેટ વગરના 13 મોટા વાહન ડીટેઈન, રોંગ સાઈડ/વધુ ગતિથી ચલાવતા વાહનચાલકો વિરુદ્ધ 18 ફોજદારી ગુના નોંધવામાં આવ્યા હતા. લાયસન્સ ના હોય તેવા 27 વાહનચાલકો પાસેથી સમાધાન શુલ્ક વસુલવામાં આવી હતી અને વાહનના કાગળો ના હોય તેવા 26 ભારે વાહન ચાલકો પાસેથી સમાધાન શુલ્ક કેસો કરવામાં આવ્યા હતા તે ઉપરાંત ઇંજછઙ નંબર પ્લેટ વગરના અને તૂટેલી નંબર પ્લેટ સહિતના 40 વાહનચાલકો સામે કેસ કરવામાં આવ્યા હતા બે કલાકના સરપ્રાઈઝ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન કુલ રૂૂ 62,300 નો દંડ વસુલવામાં આવ્યો હતો.

Tags :
gujaratgujarat newsmega drivemorbimorbi newstraffic rules
Advertisement
Next Article
Advertisement