કોન્સ્ટેબલને કચડવાનો પ્રયાસ કરનાર થાર સવાર યુગલનો પોલીસે 20 કિમી પીછો કરી દબોચી લીધા
રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ મહેશભાઈ સોઢાતર મહિન્દ્રા થાર ગાડી નં. જીજે-01-ડબલ્યુસી-0301 ના ચાલક અંકિત જયંતી પરમાર અને નયનાબેન (રહે. બંને રાજકોટ)વિરૂદ્ધ જેતપુર તાલુકા પોલીસમાં હત્યાનો પ્રયાસ, ફરજમાં રૂૂકાવટ સહિતની કલમ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ટ્રાફિક શાખામાં છેલ્લા ચારેક વર્ષથી ફરજ બજાવે છે.
ગઈકાલે બપોરના ચાર વાગ્યાથી તેઓ એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા વનરાજભાઇ છૈયા સાથે ઇનોવા ઇન્ટરસેપ્ટર નં.જીજે. 18. જીબી.1338 માં ટ્રાફીક સબબ વાહન ચેકીંગની કામગીરી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદના ચોકી ધાર ચેક પોસ્ટ ખાતે કરતા હતા. તે દરમ્યાન આશરે પાંચ વાગ્યેની આસપાસ જુનાગઢ તરફથી એક કાળા કલરની કાળા કાચવાળી મહિન્દ્રા થાર ગાડી ફુલ સ્પીડમાં આવતી હોય, જેથી તેને હાથના ઈશારાથી રોકવાનો ઇશારો કરેલ પરંતુ ફોરવ્હીલ ગાડી ઉભી રાખેલ નહી અને ગાડીના ચાલકે ફરીયાદીને મારી નાખવાના ઇરાદે તેમના ઉપર ગાડી ચડાવી જીવલેણ હુમલો કરતા તેઓ તુરંત જ સાઈડમાં હટી ગયેલ તેમ છતા ફોરવ્હીલ ગાડીના ચાલકે પગના પંજા ઉપર તેના ફોરવ્હીલ ગાડીનું વ્હીલ ચડાવી પગના ગોઠણે મુંઢ ઈજા કરી નાસી ગયેલ હતો. અને આતે ગાડી જેતપુર તરફ ગયેલ હતી.
ગાડીની પાછળ પીઠડીયા ટોલનાકાએ પહોચી ગયેલ અને ત્યાં પીઠડીયા ટોલનાકે તે કાળા કલરની ફોરવ્હીલ ગાડી ઉભી રખાવવાનો ઇશારો કરતા આ ગાડી ઉભી રહી ગયેલ. બંન્નેને નીચે ઉતારી તપાસ કરતાં ચાલક કેફી પ્રવાહી પીધેલ હાલતમાં હોવાનું જણાતા તુરંત જ ગાડીમાં પડેલ બ્રેથ એનેલાઇઝરથી આરોપીનું મોઢું ચેક કરવા જતા તેને બ્રેથ એનેલાઈજર મશીનની નળીમાં થૂંકેલ અને ત્યારે આ ગાડીમા તેની સાથે બેસેલ મહીલા પોતે તુરંત જ ગાડીની ડ્રાઈવર સીટ ઉપર બેસી ગયેલ અને થોડી આગળ ચલાવી થાર ફોરવ્હીલ ગાડી વીરપુર ગામ તરફ નજર ચુકવી જતી રહેલ હોય.
જેથી પોલીસનો સ્ટાફ ગાડી લઈ વીરપુર ચામુંડા ચોકમાં પહોચતા તે થાર ગાડી સામે આવી જતા તેના ચાલકે ફરીવાર ભાગવાની કોશીશ કરી અને પોલીસની ગાડી સામે ઉપર ચડાવવાનો પ્રયાશ કરતા તેઓ નાશી જાય તે પહેલા પોલીસ સ્ટાફે ગાડીને કોર્ડન કરી જરૂૂર પુરતો બળ પ્રયોગ કરી, આ ગાડીમાંથી ગાડી ચાલકને ઉતારેલ હતો. તે દરમ્યાન તેની સાથે બાજુમાં બેસેલ મહીલા ગાળો દેવા બોલી દેકારો કરવા લાગેલ હતી. તેને પણ વિરપુર પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ હતાં. જે બાદ ફરીયાદીને ઇજાઓ પહોંચી હોય જેથી તેમને 108 મારફત સારવારમાં વિરપુર બાદ ગોંડલ દવાખાને ખસેડવામાં આવેલ હતાં.