બોટાદ-તુરખા રોડ પર પોલીસે કારમાંથી ઈંગ્લીશ દારૂની 288 બોટલ સાથે 3ને ઝડપ્યા
બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS) ધર્મેન્દ્ર શર્મા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ LCB ના PI એ.જી.સોલંકીના સુપરવિઝન હેઠળ LCB ના PSI એસ.બી.સોલંકી તેમજ LCB સ્ટાફના ભગીરથસિંહ લીંબોલા,વનરાજભાઈ બોરીચા, પરાક્રમસિંહ ઝાલા,બળદેવસિંહ લીંબોલા,રાજેન્દ્રસિંહ ડોડીયા, અશ્વિનભાઈ મકવાણા સહિતના પોલીસ સ્ટાફે બોટાદ શેરમાં તુરખા રોડ ઉપર આવેલ શનિદેવના મંદિર પાસેથી ફોરવ્હીલર કારમાંથી ભારતીય બનાવટની વિદેશી ઇંગ્લિશ દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
LCB પોલીસે ભારતીય બનાવટ ની ઈંગ્લિશ દારૂૂની 288 બોટલ કિંમત 3,62,4 00 તથા સ્વિફ્ટ ફોરવ્હીલર કાર કીંમત 3,00,000 મળી કુલ 6,62,400 રૂૂપિયાના મુદ્દામાલ સાથે ધર્મદિપભાઈ ઉમેદભાઈ જળુ રહે.નડાળા તાલુકો-સાયલા, સુરેશભાઈ દિનેશભાઈ ચાવડા રહે-મોટાછૈડા, દનકુભાઇ પ્રવીણભાઈ ભાંભળા રહે-બોટાદ ને ઝડપી લઈ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..