For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધુળેટી પૂર્વે બૂટલેગરોને ‘કલર’ બતાવતી પોલીસ, 31 ની ધરપકડ

04:18 PM Mar 13, 2025 IST | Bhumika
ધુળેટી પૂર્વે બૂટલેગરોને ‘કલર’ બતાવતી પોલીસ  31 ની ધરપકડ

કુલ 340 બોટલ દારૂ-બિયરનો જથ્થો મળ્યો : એક સગીર ઝડપાયો : પાંચ લાખથી વધુનો મુદ્ામાલ જપ્ત

Advertisement

દેશી દારૂના ધંધામાં 10 મહિલાઓ પણ પકડાઇ : ત્રણ લોકોની શોધખોળ

હોળી-ધુળેટીનાં તહેવારો નજીક આવતા રાજયની બોર્ડરો પર દારૂની હેરાફેરી વધે છે. ત્યારે ગુજરાત રાજયની તમામ પોલીસ એકશનમા આવી ગઇ છે. અલગ અલગ જીલ્લાઓમાથી લાખો રૂપીયાનો દારૂ પકડી લેવામા આવ્યો છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ છેલ્લા બે દિવસથી દારૂનાં દરોડા પાડી રહી છે. ગઇકાલે અલગ અલગ વિસ્તારોમા ર9 જેટલા દારૂનાં દરોડા પાડી 31 લોકોની ધરપકડ કરી હતી જેમા 10 મહીલાઓ પણ સામેલ હોવાનુ જાણવા મળી રહયુ છે. પોલીસે પકડેલા 340 બોટલ દારૂ અને બીયર જપ્ત કરવામા આવ્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

વધુ વિગત મુજબ શહેરનાં પેડક રોડ સેટેલાઇટ ચોક નજીક જાહેર રસ્તા પરથી બી ડીવીઝન પોલીસનાં સ્ટાફે વિશાલ ભરતભાઇ મકવાણાને દારૂની એક બોટલ સાથે ઝડપી પાડયો હતો. તેમજ માર્કેટીંગ યાર્ડ રોડ મનહર સોસાયટી શેરી નં 1 મા આવેલા મકાનમાથી જયેશ લખમણ કટકપરા નામના વેપારીને દારૂની 122 બોટલ સાથે ઝડપી પાડયો હતો અને તેમની પુછપરછમા ધવલ ધીરેન પુજારાનુ નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરી છે. મોરબી રોડ જકાતનાકાથી વેલનાથપરા પુલ નજીકથી હરેશ ઉર્ફે ભુરો મોતીભાઇ જાદવને દારૂની 36 બોટલ સહીત રૂ. 1.3પ લાખનાં મુદામાલ સાથે ઝડપી લેવામા આવ્યો હતો. તેમજ માર્કેટીંગ યાર્ડ પાસે કરણાભાઇનાં ગાર્ડન નજીકથી મયુર રેવાભાઇ બોસરીયાને દારૂની 1 બોટલ સાથે ઝડપી લીધો હતો. તેમજ જુના મોરબી રોડ ધોળકીયા સ્કુલની સામેની બાજુથી એક સગીરને દારૂની એક બોટલ સહીત રૂ. 1.14 લાખનાં મુદામાલ સાથે ઝડપી લેવામા આવ્યો હતો . લોહાનગર મફતીયા પરા પાસેથી પાર્થ પ્રવીણભાઇ શુકલા 1પ બીયરનાં ટીન સાથે ઝડપાયો હતો.

ત્યારબાદ પીસીબી શાખાનાં કરણભાઇ મારૂ અને ગીરીરાજસિંહ જાડેજા સહીતનાં સ્ટાફે 17 વર્ષનાં સગીરને દારૂની ર0 બોટલ સાથે ઝડપી લીધો હતો. તેની પુછપરછમા આ દારૂનો જથ્થો ખોડલધામ સોસાયટી શેરી નં 7 મા રહેતા પીયુષ રમેશભાઇ ચોવટીયાએ મંગાવ્યો હોવાની કબુલાત આપતા તેમની શોધખોળ શરૂ કરી છે. હુડકો ચોકડી પાસેથી લોઠડા ગામનાં કિશન પ્રવીણ હાડા અને હરીશંકર રામચરણ તિવારીની દારૂની એક બોટલ સહીત રૂ. 30 હજારનાં મુદામાલ સાથે ઝડપી લેવામા આવ્યા હતા.

તેમજ યુનિવર્સીટી પોલીસનાં ક્રિપાલસિંહ ઝાલા અને ગોપાલસિંહ જાડેજા સહીતનાં સ્ટાફે મુંજકા ગામમા આવેલા શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનશીપમા રહેતા અને પાનની દુકાનમા નોકરી કરતા ભાવીન દેવરાજ સોલંકીને 7ર દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. ત્યારબાદ યુનિવર્સીટી રોડ પર સનાતન સાઇટ નજીકથી નવલનગરમા રહેતા ધવલ નરેન્દ્ર ચૌહાણને દારૂની 7ર બોટલ સહીત રૂ. ર7 હજારનાં મુદામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ દેશી દારૂ સાથે શાસ્ત્રી મેદાન પાસેથી પ્રેમીલાબેન નરશીભાઇ માણસુરીયા, હરીહર ચોક પાસેથી હેતલબેન શ્યામભાઇ ભટ્ટી, જીલ્લા ગાર્ડન પાસેથી કિશન વિજય ફીચડીયા (વેપારી), પાંજરાપોળ પાસેથી ગીતાબેન વિજયભાઇ નગવાડીયા, અપનાબેન સોલંકી, કમળાબેન પરમાર સહીતનાઓની ધરપકડ કરવામા આવી હતી.

એક એડવોકેટ સહિત ત્રણ પીધેલા ઝડપાયા

શહેરમા હોળી - ધુળેટીનાં તહેવાર પુર્વે રાજકોટ શહેર પોલીસ એકશનમા આવી ગઇ છે. તહેવારોમા દારૂ પીને છાકટા થઇ ફરતા શખ્સોને ઝડપી લઇ લોકઅપ ભેગા કરવામા આવી રહયા છે. ત્યારે એ ડીવીઝન પોલીસનાં સાગરભાઇ માવદીયા અને ધારાભાઇ વાનરીયા સહીતનાં સ્ટાફે ભુપેન્દ્ર રોડ પરથી રવીરાજ અમરસિંહભાઇ પરમાર (ધંધો વકિલાત, રહે. પ્લોટ નં રપ0, રૂડા 3, ઇસ્કોન મંદિરની બાજુમા ) ને પીધેલા હાલતમા ઝડપી લીધો હતો. આ સિવાય રૈયા ગામે રહેતો હરપાલસિંહ ઝાલા અને જીતેન્દ્ર રમેશ સતવાણીને પણ પીધેલી હાલતમા ઝડપી લેવામા આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement