ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સલાયા હદપારીનો ભંગ કરનાર આરોપીની અટકાયત કરતા પોલીસ ઉપર હુમલો

02:12 PM Nov 17, 2025 IST | admin
Advertisement

 

Advertisement

ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ રહીશ અને હાલ જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતા એક રીઢા ગુનેગાર દ્વારા કોર્ટના અહીં પ્રવેશબંધીના હુકમનો અનાદર કરવામાં આવતા પોલીસ દ્વારા તેની એસ.ટી. બસમાંથી અટકાયત કરવામાં આવી હતી. પરંતુ આરોપી દ્વારા હાથકડી પહેરીને પણ પોલીસ સ્ટાફ ઉપર હુમલો કરી, સરકારી વાહનમાં નુકસાની કરવામાં આવતા આ અંગે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની સિલસિલા બંધ વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે કેટલાક શખ્સો દ્વારા ગેંગ બનાવી અને ગુનાઓ આચરવામાં આવતા આ ગેંગના સભ્યો વિરુદ્ધ પોલીસતંત્ર દ્વારા ગુજસીટોકની આકરી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનેગારો પૈકીના એક એવા સલાયાના ગોદીપાડો વિસ્તારના મૂળ રહીશ અને જામનગર તાલુકાના સિક્કા ગામના રિઝવાન રજાક સંઘાર નામના 27 વર્ષના શખ્સને અદાલતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવેશ ન કરવા માટેનો હુકમ કર્યો હતો. દરમિયાન શનિવાર તા. 15 ના રોજ પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ઉપરોક્ત શખ્સ સલાયા ખાતે આવ્યો હતો અને સલાયાથી જખૌ તરફ જતી એસ.ટી.ની બસમાં જવાનો છે.

આથી સલાયા મરીન પોલીસ મથકનો સ્ટાફ ખાનગી વાહનોમાં સલાયાથી નીકળીને ખંભાળિયા - જામનગર માર્ગ પર અત્રેથી આશરે 8 કિલોમીટર દૂર આવેલા ટોલ ગેઈટ પાસે પહોંચ્યા હતા. જ્યાં એસ.ટી. બસને અટકાવી સલાયા પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી પોલીસની ટીમએ આરોપી રિઝવાન સંઘારને બસમાંથી ઉતાર્યો હતો. આ વચ્ચે પોલીસને ધ્યાનમાં હતું કે ઉપરોક્ત શખ્સ ભૂતકાળમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થવાની ટેવ ધરાવતો હતો.

આથી પોલીસની ટીમ દ્વારા તેને હાથકડી પહેરાવી અને સરકારી બોલેરોમાં બેસાડી લઈ જવામાં આવતો હતો. આ વચ્ચે આરોપી રીઝવાને ફરજ પર રહેલા પોલીસ કર્મચારી પીઠાભાઈ જોગલ ઉપર હાથ કડી પહેરેલા હાથ વડે હુમલો કર્યો હતો. જેથી તેમને ઈજાઓ થવા પામી હતી. એટલું જ નહીં, તેણે જાતે જ પોતાનું માથું સરકારી બોલેરો વાહનના પાછળના દરવાજાના કાચ ઉપર અથડાવ્યું હતું. આ વચ્ચે આરોપી દ્વારા સરકારી બોલેરો વાહનમાં પણ નુકસાની કરી હોવાનું જાહેર થયું છે.

Tags :
attackcrimegujaratgujarat newsSalayaSalaya news
Advertisement
Next Article
Advertisement