રામનગરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા
04:28 PM Oct 29, 2025 IST | admin
ગોંડલ રોડ પર રામનગરમાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા મહિલાઓ સહિત સાત શખ્સોને પકડી લીધા હતાં.
Advertisement
મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર રામનગરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતી મળતા હેડ કોન્સ. એ. બી. વિકમા, મનીષભાઇ સોઢીયા, કોન્સ. જયદીપસિંહ ભટ્ટ તથા જાનવીબેન સહિતના સ્ટાફે દરોડો પાડી રામનગર શેરી નં. 4 માં જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા લોધેશ્વર સોસાયટી શેરી નં. 4 ના બાબુ અમૃતલાલભાઇ પવાર દોઢ સોફુટ રોડ પર જશરાજનગર શેરી નં. 6 ના નિલેશ જગદીશભાઇ મકવાણા, ગોંડલ રોડ પર લોધેશ્વર સોસાયટી વિજયાબેન ગુમાનસિંહ ઝરીયા, કોઠારીયા ગામના જયાબેન પુંજાભાઇ ડોડીયા, ભાવનાબેન પુંજાભાઇ ડોડીયા, લોધેશ્વર સોસાયટીના નયનાબેન રમેશભાઇ ઝરીયા, બાબરીયા આવાસના પુરીબેન કેશુભાઇ મોઢવાડીયાને પકડી લઇ રૂૂા. 1ર400 ની મતા કબ્જે કરી હતી.
Advertisement
Advertisement
