ધંટેશ્ર્વરના રીઢા તસ્કરને ચાર ચોરાઉ બાઇક સાથે પોલીસે દબોચ્યો
રાજકોટ, ગોંડલ અને જૂનાગઢમાંથી બાઈક ચોરનાર ઘંટેશ્વરનો મસ્તાનને રૂૂરલ એલસીબીની ટીમે ઉપલેટામાંથી ઝડપી પાડી ચાર ચોરાઉ બાઈક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હિમકર સિંહ દ્વારા વિસ્તારમાં થયેલ મિલકત વિરૂૂધ્ધના ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને તાત્કાલીક પકડી પાડવાની આપેલ સુચનાથી એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એચ.સી.ગોહીલ ટીમ સાથે તપાસમાં હતાં.
એલસીબીના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, કૌશીકભાઇ જોષી અને અરવિંદસિંહ જાડેજાને મળેલ સંયુક્ત બાતમીના આધારે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ ચોરાઉ 4 બાઈક સાથે અમીત ઉર્ફે મીત ઉર્ફે મસ્તાન વિપુલ સોલંકી (ઉ.વ.20),(રહે. ઘંટેશ્વર પચીસ વારીયા, મફતીયાપરામાં ભાડેથી રાજકોટ, મુળ ધારી ખડીયા વિસ્તાર) ને પકડી પાડી રૂૂ.1.05 લાખના ચોરાઉ બાઈક કબ્જે કર્યા હતાં.પોલીસે જણાવ્યું હતું કે,આરોપીએ એક બાઈક ગોંડલના ગુંદાળા રોડ ઉપર એક બેકરી પાસેથી ડાયરેકટ કરી ચોરી કરેલ તેમજ આઠેક દિવસ પહેલા રાજકોટ માર્કેટ યાર્ડ પાછળ સોસાયટીમાંથી બાઈકને ડાયરેકટ કરી ચોરી કરેલ અને ત્રણેક દીવસ પહેલા રાત્રીના સમયે જુનાગઢના બલીયાવડ ગામેથી બાઈક ડારેકટ કરી ચોરી હતી. ઉપરાંત એક બાઈક બે દીવસ પહેલા રાતના સમયે રાજકોટ કુવાડવા રોડ ઉપરથી ડાયરેક્ટ કરી ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી.ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં ત્રણ ગુના નોંધાયેલ હોવાનું પણ જાણવા મળ્યું હતું.