પેંડા ગેંગના પાડાઓને ભાંભરડા નખાવતી પોલીસ
જે સ્થળે ફાયરિંગ કર્યા તે જ સ્થળે હાથ જોડીને કૂકડા બનાવ્યા
પેંડા ગેંગના રાજપાલ વિરુધ્ધ હત્યાના પ્રયાસનો ત્રીજો ગુનો: ધરપકડનો આંક 17 ઉપર પહોંચ્યો
મંગળા રોડ પર ગેંગવોરને કારણે અંધાધૂંધ ફાયરિંગના કેસની તપાસ કરતી એસઓજીએ પેંડા કમ પરીયા ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી લીધા હતા.આ કેસમાં અત્યાર સુધીમા બંને ગેંગના કુલ 17 સભ્યોની ધરપકડ થઈ ચુકી છે. હજૂ પણ બંને ગેંગના કેટલાક સભ્યો વોન્ટેડ છે. જેમને ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમો જોરશોરથી શોધી રહી છે.
શહેર પોલીસની આબરૂૂના ધજાગરા ઉડાડનાર આ કેસમાં પરીયા ગેંગના ત્રણ સભ્યો રાજપાલ ઉર્ફે રાજો સુધીરસિંહ જાડેજા (રહે. આશાપુરાનગર શેરી નં.7), દિનેશ ઉર્ફે કાંચો સંજય ટમટા (રહે. વીર નર્મદ ટાઉનશિપ, ગોંડલ રોડ) અને અલ્કાફ ઉર્ફે જુનાગઢ અબાસ શેખ (રહે . જુનાગઢ જેલની પાછળ ) ને કાલાવડ રોડ પરથી છરી સાથે ઝડપી લીધા હતા. આરોપીઓને પકડયા બાદ પોલીસે કાયદાનુ ભાન કરાવ્યુ હતુ અને આજે મંગળા રોડ પર જયા ફાયરીંગ કરવામા આવ્યુ હતુ ત્યા લઇ જતા આરોપીઓને બે હાથ જોડી કુકડા બનાવ્યા હતા.
એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે આરોપી રાજાને પોલીસ કોન્સ્ટેબલ ભરત ગઢવીની હત્યામાં આજીવન કેદની સજા થઈ ચુકી છે. જેમાં જામીન પર છુટયા બાદ તેના વિરૂૂધ્ધ હત્યાની કોૌશિષના બે ગુના નોંધાયા હતા. મંગળા રોડ પર ફાયરિંગ અંગે તેના વિરૂૂધ્ધ હત્યાની કોશિષનો ત્રીજો ગુનો નોંધાયો છે. આ તમામ બાબતોથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં ઘણાં એવા ગુનેગારો છે જેને પોલીસ અને કાયદાને મજાકરૂૂપ બનાવી દીધા છે. જેમાં રાજો પણ એક છે. મંગળા રોડ પરના ફાયરિંગ કેસને કારણે શહેર પોલીસની આબરૂૂના લીરેલીરા ઉડયા હતા.