For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદરમાં મનપા અને PGVCL સ્ટાફ સાથે મળી પોલીસની ગુંડા તત્ત્વોના ગેરકાયદે બાંધકામની તપાસ

02:04 PM Jul 17, 2025 IST | Bhumika
પોરબંદરમાં મનપા અને pgvcl સ્ટાફ સાથે મળી પોલીસની ગુંડા તત્ત્વોના ગેરકાયદે બાંધકામની તપાસ

Advertisement

સેવા, સુરક્ષા, શાંતિ ના સૂત્ર સાથે કાર્યરત ગુજરાત પોલીસ દ્વારા પોરબંદરમાં અસામાજિક અને ગુંડા તત્વો સામે કડક કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા તત્વોનો સફાયો કરવા માટે મહાનગરપાલિકા અને PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) ના સ્ટાફ સાથે મળીને એક વિશેષ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. પોલીસ મહાનિદેશક તરફથી અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે 100 કલાકની અંદર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી.

આ નિર્દેશના અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અસામાજિક ગુંડા તત્વો સામે સત્વરે કડક કાર્યવાહી કરવા યાદી તૈયાર કરાવવામાં આવી હતી. તમામ અસામાજિક ગુંડા તત્વો ઉપર અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી.આ સૂચનાના અન્વયે, મદદનિશ પોલીસ અધિક્ષક, પોરબંદર શહેર વિભાગના સાહિત્યા વિ.ના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.કાનમિયા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એ.ડોડીયા અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ કમર કસી છે. તેમની સાથે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના સ્ટાફ અને PGVCL સ્ટાફ પણ જોડાયો હતો. આ ટીમે લીસ્ટમાં જણાવેલ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક ગુંડા તત્વોના રહેણાંક મકાને જઈને તેમની મિલકત તેમજ વીજ કનેક્શન બાબતે ચેકિંગની કામગીરી હાથધરી હતી.

Advertisement

આ સમગ્ર કાર્યવાહીનો હેતુ અસામાજિક તત્વોની મિલકત અને વીજ ચેકિંગ બાબતે સર્વે કરવાનો હતો.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.કાનમિયા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એ.ડોડીયા, સર્વેલન્સ સ્ટાફ, મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના સ્ટાફ અને PGVCL સ્ટાફ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા હતા.

આ પ્રકારના સંયુક્ત ઓપરેશનથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા અસામાજિક તત્વો પર લગામ કસવામાં મદદ મળશે તેવી આશા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement