ટ્રાન્સપોર્ટ સંચાલક પિતા પુત્રો ઉપર હુમલો કરનારને પોલીસ છાવરતી હોવાનો આક્ષેપ
રાજકોટના માર્કેટિંગ યાર્ડ નજીક ટ્રાન્સપોર્ટનગરમાં ટ્રાન્સપોર્ટ સંચાલક પિતા પુત્રો ઉપર ટ્રાન્સપોર્ટર સહિતનાએ છરી, ધોકાથી હુમલો કરી વાહન અને ઓફિસમાં તોડફોડ કરવાના બનાવમાં આજીડેમ પોલીસ દ્વારા આરોપીઓને છાવરતી હોવાના આક્ષેેેપ તેેેજ આજીડેમ પોલીસે લૂંટ તેમજ હત્યાના પ્રયાસની કમલ હેેેથળ ગુનો નહિ નોંધતા આજે આ મામલે ગુજરાત ચુવાળીયા કોળી સમાજ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
શહેરના રૈયારોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલની સામે શુભમ ડુપ્લેક્સમાં રહેતા અને યાર્ડ પાછળ ટ્રાન્સપોર્ટનગરમાં પૂનમ રોડવેઝ નામથી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા મગનભાઈ હરજીભાઇ ધોળકિયા (ઉ.વ.67) તેમના બંને પુત્રો સુનિલ (ઉ.વ.38) અને નયન (ઉ.વ.32) ત્રણેય ગત સાંજે ટ્રાન્સપોર્ટની ઓફિસે હતા ત્યારે પાછળની શેરીમાં અને નવાગામમાં સોનલકૃપા એન્ટરપ્રાઇઝ નામની ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવતા યોગીરાજસિંહ શક્તિસિંહ પરમારએ મગનભાઈને ફોન કરી કહ્યું હતું કે, મારા ભત્રીજાને એસ.ટી.બસમાં નોકરી માટે તમારા પૂનમ રોડવેઝનો લેટરપેડ સહી સિક્કા વાળો જોઈએ છે.
જે આપવાની પ્રૌઢે ના પાડતા યોગીરાજસિંહ ફોનમાં ઉશ્કેરાઈ ગાળાગાળી કરી તમે ક્યાં છો, હું હમણાં આવું છું કહી થોડીવારમાં કાર લઈને યોગીરાજ તેની સાથેના માધવ પરમાર, રૂૂષિરાજ જાડેજા અને અજાણ્યો શખ્સ આવ્યા હતા અને ઝગડો કરી ધોકા અને છરી વડે ઓફિસમાં તોડફોડ કરી મગનભાઈ તેમજ બન્નેે પુત્રો સુનિલ અને નયન ઉપર ધોકા છરી વડે હુમલો કર્યો હતો. આ મામલે ચુવાડીયા કોળી સમાજ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આ બનાવ અંગે આજીડેમ પોલીસે ફરિયાદ પરથી યોગીરાજ પરમાર, માધવ પરમાર, ઋતુરાજ જાડેજા તથા એક અજાણ્યા શખ્સ વિરુધ હળવી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ હુમલા ખોરો અને આજીડેમ પોલીસ સ્ટેશનના અધિકાર્રીઓ સાથે સાઠગાઠ ધરાવતા હોય અને પૂર્વ આયોજિત કાવતરું રચી આ ખૂની હુમલો કરી તોડફોડ કરવામાં આવી હોય તેમજ ખૂની હુમલાની કલમો તેમજ તોડફોડ કરી તેમજ નુકશાન પહોચાડ્યું હોય અને પૂર્વ આયોજિત કાવતરું રચી લુટ પણ ચલાવી હોય પોલીસ દ્વારા આ હુમલાખોરોને છાવરી હળવી કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં ગંભીર ગુન્હાની કલમોનો ઉમેર્રો કરવો અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ કાયદેસર ની કાર્યવાહી કરવા માંગણી છે.તેમજ હુમલાખોરો જનુની સ્વભાવના હોય અને હાલમાં પણ ફરાર હોય પરિવારજનો પર સતત ભય હેઠળ હોય તેમજ ફરીવાર આ હુમલાખોરો હુમલો કરે કે અકસ્માત સર્જી મૃત્યુ નીપજાવે તેવી દહેશત હોય જેથી આ હુમલાખોરો ઉપર ત્વરિત પગલા લેવા માંગ કરી હતી.