કારખાનામાં કામ કરતી પુત્રી વિરૂદ્ધ થયેલી અરજીમાં જનેતાને પોલીસે માર માર્યાનો આરોપ
શહેરની ભાગોળે આવેલા મેટોડામાં રહેતી યુવતી વિરૂદ્ધ કારખાનામા સાથે કામ કરતી શ્રમિક યુવતીએ ઝઘડો થયાની પોલીસમાં અરજી કરી હતી. જે અરજીમાં કામે મહિલા પોલીસ કર્મી સહિતના સ્ટાફે યુવતીની માતાને મારમાર્યો હોવાના આક્ષેપ સાથે પ્રૌઢાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે કોળી સમાજમાં રોષ ભભકૂયો હતો અને યોગ્ય કાર્યવાહી કરવા એસ.પીને રજૂઆત કરવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મેટોડામાં જીઆઇડીસી ગેટ નં.2માં રહેતા કલીતાબેન નરશીભાઇ ઠાકુર નામના 50 વર્ષના પ્રૌઢા રાત્રી 11 વાગ્યના અરસામાં મેટોડા પોલીસ સ્ટેશન પાસે હતા. ત્યારે સિવિલ ડ્રેસમાં રહેતા મહિલા પોલીસ કર્મીએ મારમાર્યો હોવાના આક્ષેપ સાથે પ્રૌઢાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.પ્રાથમિક પૂછપરછમાં કલીતાબેન ઠાકુરની પુત્રી કીજંલબેન ગેલેકસી બેરીંગમા નોકરી કરે છે. સાથે કામ કરતી શ્રમિક યુવતી સાથે કોઇ બાબતે ઝઘડો થતા શ્રમિક યુવતીએ કીજંલ ઠાકુર વિરૂદ્ધ અરજી આપી હોય જે અરજીના કારણે પોલીસ યુવતીની માતા સહિત ત્રણ મહિલાને ઘરેથી ઉઠાવી જઇ પોલીસ સ્ટેશન લઇ જઇ મારમાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે કોળી સમાજમાં રોષ ભભકૂયો હતો અને યોગ્ય કાર્યવાહી કરવા એસ.પીને રજૂઆત કરવામાં આવી છે.