ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલાવડના પીપર ગામે પત્ની સાથે ઝઘડો કરી પતિએ ઝેર ગટગટાવ્યું

12:04 PM Oct 11, 2024 IST | Bhumika
Advertisement

કાલાવડના પીપર ગામે પત્ની સાથે ઝઘડો કરી પતિએ ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ, કાલાવડ તાલુકાના પીપર ગામે રહેતા સામજી દેવરાજભાઇ રાખસીયા (ઉ.વ.26)નામના યુવાને ગઇકાલે બપોરે પોતાના ઘરે જંતુનાશક દવા પી જતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કાલાવડ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામજીના લગ્ન બે વર્ષ પહેલા થયા હોવાનું અને તે મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. સામજીને દારૂ પીવાની કુટેવ હોય ગઇકાલે દારૂ પીને ઘરે આવતા પત્ની હેતલ સાથે ઝઘડો થયો હતો. જેથી લાગી આવતા આ પગલું ભરી લીધાનું ખુલવા પામ્યું છે.

મોટા દહેસરા ગામે યુવાન ઉપર હુમલો
મળીયાહાટીના તાલુકાના મોટા દહેસરા ગામે રહેતો ચંદુભાઇ છગનભાઇ મકવાણા (ઉ.વ.40) નામનો યુવાન ગઇકાલે સાંજે ઘર પાસે હતો ત્યારે સુરેશ, વિજય અને અજલોએ લોંખડના પાઇપ વડે હુમલો કરી માર મારતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsKalavadKalavad newssuicide
Advertisement
Next Article
Advertisement