પાટડી જુગાર કલબ પ્રકરણમાં પીઆઇ અને 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડ
સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારધામ પર એસએમસીના દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાટડી પોલીસ પીઆઈ એમ કે ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પીઆઈની સાથે અન્ય 3 કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરા એસીબી પીઆઈનો ભાઈ આ જુગારધામ ચલાવતો હતો અને સુરેન્દ્રનગર જિલ્લાના એસપી ગિરીશ પંડ્યા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
પાટડીમાં રહેણાંક મકાનમાં જુગારનો અડ્ડો ચાલતો હતો. જેમાં એસએમસીએ દરોડો પાડી 5 મહિલા સહિત 25 જુગારીઓને પકડી પાડ્યા હતા. વડોદરામાં આ જુગારધામ વડોદરાના એસીબી પીઆઈ કમલેશ ઠાકોરનો ભાઈ કિરણ ઠાકોર ચલાવતો હતો.
પાટડીમાં પોલીસ અંધારામાં રહી હતી અને જખઈએ દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન એસએમસીની ટીમે 5 મહિલા સહિત 25 જેટલા લોકોને જુગાર રમતા પકડી પાડ્યા હતા. દરોડા દરમિયાન, જખઈ ટીમે મોબાઈલ ફોન અને વાહનો સહિત રૂૂ. 6 લાખથી વધુની કિંમતી ચીજવસ્તુઓ જપ્ત કરી છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે તે સમયે આ જુગારધામ કોની દેખરેખમાં ચાલતું હતું.
સુરેન્દ્રનગરના પાટડીના વેલનાથ નગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં જુગારનો મોટો અડ્ડો ચાલી રહ્યો હતો અને જખઈની ટીમ ત્યાં પહોંચી ત્યારે ઘરના દરવાજા બંધ હતા અને દરવાજા તોડીને અંદર પ્રવેશી જખઈની ટીમે જુગારીઓને પકડી લીધા હતા. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા બાદ જિલ્લા પોલીસવડાએ પીઆઇ એમ.કે. ઝાલા અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે.