ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વીજચોરો સામે પીજીવીસીએલની મેગા ડ્રાઇવ; 29.85 લાખની વીજચોરી પકડાઇ

05:02 PM Nov 28, 2025 IST | Bhumika
Advertisement

છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

આજ રોજ એટલેકે તા. 27.11.25 ગુરુવાર ના રોજ આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ આવતી રાજકોટ શહેર-1 વિભાગીય કચેરી હેઠળની આજી-1, કોઠારીયા રોડ, પ્રહલાદ પ્લોટ અને મોરબી રોડ પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારો જેમકે, વર્ધમાનનગર શેરી નં. 1,2,3,8,9, જયરાજ પ્લોટ મેઈન રોડ, સાગર સોસાયટી, કેદારનાથ સોસાયટી, મણીનગર, રાજારામ સોસાયટી, સાગર ચોક, રીધ્ધી સિધ્ધિ ક્વાર્ટર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ભગવતીપરા, જયપ્રકાશ નગર, નંદનવન સોસાયટી, વંદેમાતરમ શેરી નં.1, અનમોલ પાર્ક, ધરમનગર સોસાયટી વગેરે માં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 38 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક વગેરે મળીને કુલ 892 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 86 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂૂ. 29.58 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.

Tags :
crimegujaratgujarat newsPGVCL mega driverajkotrajkot news
Advertisement
Next Article
Advertisement