ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોડીનારના દુદાણા ગામ નજીક PGVCLના 50 હજારની કિંમતના ઈલેક્ટ્રિક વાયરની ચોરી

12:44 PM Nov 15, 2025 IST | admin
Advertisement

 

Advertisement

કોડીનાર તા.14 કોડીનાર-વેરાવળ નેશનલ હાઈવે પર દુદાણા ગામ નજીક PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક વાયરોની ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેણે વિસ્તારની સુરક્ષા અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ખુદ સરકારી મિલકતની સુરક્ષા ન થઈ શકતી હોય, તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું?

પ્રાપ્ત માહિતી મુજબ, કોડીનાર PGVCLના નાયબ કાર્યપાલક ઇજનેરે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ₹50,325ની કિંમતના ઇલેક્ટ્રિક વાયરની ચોરી અંગે ફરિયાદ આપી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, તેમની હસ્તકના 66 કે.વી. ટીમડી-દુદાણા-કોડીનાર લાઈનના ન્યુ એરા સિનેમા નજીક અંડરગ્રાઉન્ડ નાખેલા મેન્ટેનન્સ માટેના વધારાના ઇલેક્ટ્રિક વાયરની ચોરી થઈ છે.

ચોરટાઓએ રાત્રીના સમયે નેશનલ હાઈ-વે પર અંડરગ્રાઉન્ડ નાખેલા અત્યંત કિંમતી કેબલને કટર વડે કાપીને ચોરી કરી છે, જે દર્શાવે છે કે આ ચોરી સામાન્ય વ્યક્તિનું કામ નથી અને ચોક્કસપણે કોઈ આયોજનબદ્ધ ગેંગ દ્વારા કરવામાં આવી છે. ચોર લોકે 630 તળિળ પોલિએલ્યુમિનિયમ કેબલ (11 મીટર) અને 150 તળિળ કોપર કેબલ (11 મીટર) સહિત કુલ ₹50,325ની કિંમતના વાયરોની ચોરી કરી છે. ચોરીની ફરિયાદ નોંધાઈ છે, પરંતુ હવે કોડીનાર પોલીસે માત્ર ગુનો નોંધી સંતોષ ન માનતા, ચોરી કરનારા હરામખોરોને તાત્કાલિક પકડી પાડી અને જાહેર સંપત્તિના નુકસાન અંગે કડક કાર્યવાહી કરે તે જરૂૂરી છે. જો આ મામલે સત્વરે કાર્યવાહી નહીં થાય, તો ગુનેગારોના મનોબળ વધુ મજબૂત બનશે અને આવનારા સમયમાં વધુ ગંભીર ચોરીની ઘટનાઓ બનવાની સંભાવના છે.

Tags :
crimegujaratgujarat newsKodinarKodinar newsPGVCL
Advertisement
Next Article
Advertisement