વિછીયામાં PGVCLના કર્મચારી ઉપર હુમલો, પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો
વિછીયાનાં મોઢુકા રોડ પર પીજીવીસીએલની ટીમ દ્વારા ગેરકાયદેસર વીજ કનેકશન કાપવા જતા વિછીયાનાં કોટડા ગામનાં પિતા - પુત્રએ પીજીવીસીએલની ટીમ સાથે ઝઘડો કરી લાઇન મેન પર હુમલો કરી દેતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાય છે.
મળતી વિગતો મુજબ જુનાગઢનાં જોશીપુરામા રહેતા અને પીજીવીસીએલમા લાઇન મેન તરીકે નોકરી કરતા વિનોદભાઇ કાનજીભાઇ રાખસીયાની ફરીયાદને આધારે વિછીયાનાં કોટડા ગામનાં અનીલ પરસોતમ જોગરાજીયા અને તેનાં પુત્ર સીધ્ધાર્થ અનીલ જોગરાજીયા સામે ફરજમા રૂકાવટનો ગુનો નોંધાયો હતો.
પીજીવીસીએલની ટીમ વિછીયા વિસ્તારમા વીજ ચેકીંગ દરમ્યાન અનીલ જોગરાજીયાની દુકાનમા ગેરકાયદેસર વીજ કનેકશન મળી આવતા તેનુ મીટર ઉતારવાની કામગીરી કરાતી હોય ત્યારે અનીલ અને તેનાં પુત્રએ વીજ મીટર ઉતારીને જતા પીજીવીસીએલની ગાડીમા રહેલા કર્મચારીઓનો પીછો કરી ગાડીની આડે સ્કુટર નાખ્યુ હતુ જે બાબતે વિનોદભાઇએ તેને આવુ નહી કરવા સમજાવતા પિતા - પુત્રએ વીજ કર્મચારી વિનોદભાઇને થપડ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ મામલે લાઇનમેન વિનોદભાઇએ પિતા - પુત્ર સામે પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.