For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરને જાનથી મારી નાખવાની ધમકી

01:57 PM Aug 20, 2025 IST | Bhumika
પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરને જાનથી મારી નાખવાની ધમકી

સાયલા વીજ કચેરીના નાયબ ઈજનેરને તમારો સ્ટાફ લાઈન કલીયર જલદી કેમ નથી આપતો તેમ કહી સુદામડાના શખ્સે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે સાયલા પોલીસ મથકે ફરજમાં રૂૂકાવટ અને ધમકીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મુળ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના ચોરીમાલા ગામના 49 વર્ષીય ઓમપ્રકાશ હરીસીંહ મોડીયા હાલ સાયલાની ગંગાજમના સોસાયટીમાં રહે છે અને સાયલા વીજ કચેરીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવે છે.

Advertisement

તા. 30 જુલાઈના રોજ સવારે તેઓ કચેરીમાં રોજીંદુ કામ કરતા હતા. ત્યારે સુદામડાનો લાખા ઓઢભાઈ કરપડા આવ્યો હતો અને જોર જોરથી બોલી, અપશબ્દો કહી, ઓમપ્રકાશભાઈને જાતી અપમાનીત કરી તમારો સ્ટાફ લાઈન કલીયર કેમ જલદી આપતો નથી અને અમારા ઉપર વીજ વાયરો ચોરીની અવારનવાર શંકા કરાવો છો તેમ કહી બોલાચાલી કરી ધમકી આપી હતી. જયારે વીજ કંપનીની સરકારી વાહનના ડ્રાઈવર કીરીટસીંહને પણ ઈજનેરને કારમાં બહાર લઈ જશો તો પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. આથી ઓમપ્રકાશભાઈએ પોલીસમાં અરજી આપી હતી. અને તેઓ રજા પર ઉતરી ગયા હતા. ત્યારે લાખાએ ફોન કરી મારા વિરૂૂધ્ધ અરજી કેમ આપી તું રજા પરથી પરત આવ એટલે તારૂૂ સારી રીતે વેલકમ કરૂૂ તેવી ધમકી આપી હતી. આ અંગે સાયલા પોલીસ મથકે સુદામડાના લાખા ઓઢભાઈ કરપડા સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ ડીવાયએસપી એન.કે.પટેલ ચલાવી રહ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement