અનિરૂધ્ધસિંહ સહિતના આરોપીઓ સામે ખોટા પુરાવા ઉભા કરવાની કલમ ઉમેરવા અરજી
રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં કાવતરાની કલમનો ઉમેરો કેમ ન કર્યો ? તપાસનીશ અધિકારીનો ખુલાશો માંગતી કોર્ટ
રીબડાના અમિત ખુંટ આપઘાત કેસની સુનવણી ગોંડલ સેશન્સ કોર્ટમા શરુ થઇ છે ત્યારે અમિત ખુંટ આપઘાત કેસમા અનિરૂધ્ધસિંહ જાડેજા સહીતનાં આરોપીઓ સામે ખોટા પુરાવા ઉભા કરવા અંગેની કલમનો ઉમેરો કરવા માટે સ્પેશ્યલ નિમણુક કરાયેલ સ્પે. પી. પી. ચેતન શાહ અને આશિસ્ટન્ટ સ્પે. પી. પી. હીરેન પટેલ દ્વારા અરજી કરવામા આવી છે આ અરજીને લઇને ગોંડલ સેશન્સ કોર્ટ દ્વારા અમિત ખુંટ આપઘાત કેસનાં તપાસનીશ અધીકારીને ખુલાસો કરવા હુકમ કર્યો છે આ મામલે જો કોર્ટ દ્વારા ખોટા પુરાવા ઉભા કરવા અંગેની કલમનો ઉમેરો કરવામા આવશે તો આ કલમ હેઠળ આજીવન કેદની કે 7 વર્ષની સજાની જોગવાઇ હેઠળ અનિરૂધ્ધસિંહ અને રાજદીપસિંહ સહીત તમામ સામે કેસ ચલાવવામા આવશે.
સ્પે. પી. પી. ચેતન શાહ અને આસી. સ્પે. પી. પી. હીરેન પટેલ દ્વારા ગોંડલ સેશન્સ કોર્ટમા કરાયેલી અરજીમા જણાવ્યુ છે કે રીબડાનાં અમીત ખુટને હની ટ્રેપમા ફસાવી તેના વિરુધ્ધ ખોટા પુરાવા ઉભા કરી પોકસો હેઠળ ગુનો દાખલ કરવામા આવ્યો હોય . અને આ પોકસો કેસની આજીવન કેદની સજા હોય જેનાં કારણે ડરી ગયેલા અમિત ખુંટે આપઘાત કરી લીધો હોય જે મામલે અમિત ખુંટનાં આપઘાત કેસમા દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા ઉપરાંત એડવોકેટ સંજય પંડીત, દીનેશ પાતર તથા પુજા રાજગોર, અનિરૂધ્ધસિંહ જાડેજા તથા અન્ય આરોપી રાજદીપસિંહ અનીરુધ્ધસિંહ જાડેજા, શબીર સુલેમાન હાલાની ધરપકડ કરવામા આવી હોય અને તેની તપાસ હાલ ચાલુ છે . ફરીયાદ પક્ષે સરકારી વકીલે અરજી કરી જેમા અમિત ખુંટને ફસાવવા પુર્વ આયોજીત કાવતરુ ઘડી ખોટા પુરાવા રજુ કરવામા આવ્યા હોય ત્યારે આ કેસમા ભારતીય ન્યાય સંહીતા ર0ર3 ની કલમ 231 મુજબ ની કલમનો ઉમેરો કરવામા આવ્યો નથી જેથી આ કેસમા ખોટા પુરાવા ઉભા કરવા અને પુર્વ આયોજીત કાવતરુ રચવા મામલે કલમ 231 નો ઉમેરો કરીને આ કેસ ચલાવવા અરજી કરી છે. આ અરજીને લઇને ગોંડલ સેશન્સ કોર્ટ દ્વારા તપાસનીશ અધીકારીને નોટીસ આપી ખુલાસો પુછાયો છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે અમિત ખુંટ આપઘાત કેસની ટ્રાયલ શરૂ થઇ છે .
આ પુર્વે ગોંડલ સેશન્સ કોર્ટમા રાજદીપસિંહ જાડેજા અને અતાઉલ હાજર રહયા હતા . ગોંડલ સેશન્સ કોર્ટમા આ કેસની ટ્રાયલ શરુ થઇ હોય ત્યારે અનિરૂધ્ધસિંહ જાડેજા, તેમનાં પુત્ર રાજદિપસિંહ જાડેજા સહીતનાં કેસમા સંડોવાયેલા બે વકીલ સહીતનાં તમામ આરોપીઓ સામે બીએનએસની કલમ 231 મુજબ ખોટા પુરાવા ઉભા કરવા અંગેની કલમનો ઉમેરો કરવાની અરજી કરી હોય જેમાં આ કેસમાં સંડોવાયેલા સંજય પંડિત અને દિનેશ પાતર કે જેઓ કાયદાના જાણકાર હોવા છતાં અમિત ખુંટ સામે પોક્સોની ફરિયાદ નોંધવા માટે ખોટા પુરાવાઓ ઉભા કર્યા હોય તે કાયદાના જાણકાર એવા એડવોકેટ તે પૂર્વ આયોજીત કાવતરું રચયુ હોવાનું દલીલો પણ અરજી સાથે સરકારી વકીલ દ્વારા કરવામાં આવી હતી.
આ અરજી ગોંડલ સેસન્શ કોર્ટમાં દાખલ કરાયા બાદ હવે આ કેસમા જેલમા રહેલા અનિરુધ્ધસિંહ જાડેજા અને તેમનાં પુત્ર રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમા વધારો થઇ શકે છે. આ કેસમા હાલ જેલમા રહેલા અનિરૂધ્ધસિંહ અને રાજદીપસિંહને જામીન અંગેની અરજી કે કોઇ કાર્યવાહી કરવામા આવી નથી ત્યારે જો કોર્ટ દ્વારા બીએનએસની કલમ 231 નો ઉમેરો કરાશે તો આ કેસમા નવો વણાંક આવી શકે છે.