For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાલતુ શ્ર્વાને બાળકને બટકું ભરી લીધું, માલિક સામે ગુનો નોંધાયો

04:40 PM Dec 09, 2025 IST | Bhumika
પાલતુ શ્ર્વાને બાળકને બટકું ભરી લીધું  માલિક સામે ગુનો નોંધાયો

સારવારમાં લઇ જવાનું કહ્યું તો શ્ર્વાનના માલિકે ગાળો આપી

Advertisement

શહેરનાં લોધીકા તાલુકાનાં પારડી પડવલા રોડ પર આવેલા વૃંદાવન સોસાયટીમા રહેતા બાળકને પાલતુ શ્ર્વાને બટકુ ભરી લેવા શ્ર્વાનનાં માલીક દંપતી વિરુધ્ધ શાપર વેરાવળ પોલીસ મથકમા ગુનો નોંધવામા આવ્યો છે.
આ ઘટનામા પડવલા રોડ પર વૃંદાવન સોસાયટીમા રહેતા ભાવનાબેન જયેશભાઇ વાઢેર (ઉ. વ. 31 ) એ પોતાની ફરીયાદમા પાડોશમા રહેતા શ્ર્વાનનાં માલીક ક્રિપાલભાઇ ચુડાસમા અને તેમનાં માતા સુનીતાબેન વિરુધ્ધ ગુનો નોંધવામા આવ્યો છે.

આ ઘટનામા ભાવનાબેને જણાવ્યુ હતુ કે તેઓ ખાનગી હોસ્પીટલમા નર્સ તરીકે ફરજ બજાવે છે . ગઇકાલે સવારનાં સમયે તેઓ રસોઇ બનાવતા હતા ત્યારે ઘરની બહાર રાડારાડનો અવાજ આવતો હતો. જેથી તે બહાર નીકળ્યા હતા અને ત્યા જઇને જોયુ તો તેમનાં નણંદનો 11 વર્ષનો દીકરો આયુષને પાડોશમા રહેતા ક્રિપાલભાઇની પાલતુ કુતરીએ પગમા બટકુ ભરી લેતા તે રાડોરાડ કરતો હતો. જેથી ત્યા ક્રિપાલભાઇ હાજર હોય તેમને કુતરીને અંદર રાખવાનુ કહેતા તે ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. ત્યારબાદ તેમનાં માતા પણ બહાર આવી ગાળો બોલવા લાગ્યા હતા અને આયુષને તુરંત નજીકની ખાનગી હોસ્પીટલમા લઇ જઇ સારવાર કરાવી હતી . આ ઘટના મામલે શાપર-વેરાવળ પોલીસે ગુનો નોંધ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement