પાલતુ શ્ર્વાને મહિલા પર હુમલો કર્યો, કૂતરાના માલિકને મહિલાએ ધ્યાન રાખવાનું કહેતા ફડાકો ઝીંકયો
રાજકોટના કોઠારીયા વિસ્તારમાં પાલતું શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેમાં ફલેટમાં પાલતું શ્વાનના માલિકે શ્વાનને બાંધેલો પટ્ટો છોડી દેતા એક મહિલા પર શ્વાને હુમલો કર્યો છે.
રાજકોટના કોઠારીયા રોડ વિસ્તારમા આવેલા સુરભી પોસીબલ ફ્લેટમાં પાલતું શ્વાને મહિલા પર હુમલો કર્યો છે, અને પાલતું શ્વાને જે મહિલા પર હુમલો કર્યો તેમણે મહિલાને કહ્યું કે, ધ્યાન તો રાખો તો લિફટ પાસે ઉભી રહેલી મહિલાએ તેમને લાફો ઝીંકી દીધો હતો અને બોલાચાલી થઈ હતી, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
સુત્રોમાથી જાણવા મળી રહયુ છે કે પાલતુ શ્ર્વાનનાં માલીક મહિલાની દાદાગીરીથી સોસાયટીના રહીશો પરેશાન થયા છે, માથાભારે તત્વો બોલાવી ધમકી પણ આપ્યાનો આક્ષેપ પણ લાગ્યો છે અને કૂતરાની મહિલા માલિક સામે કાર્યવાહી કરવા માગ છે.
પાલતુ શ્વાને ફલેટની એક મહિલા પર હિંસક હુમલો કર્યો છે, રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં આવેલી સુરભી પોસીબલ ફ્લેટમાં પાલતું શ્વાનનો આતંક છે અને મહિલાએ શ્વાન માલિકને ધ્યાન રાખવાનું કહેતા શ્વાન માલિકે મહિલાને લાફો માર્યો છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પારૂૂલબેન ગોસ્વામી નામની શ્વાન માલિકે ફ્લેટની મહિલાને લાફો માર્યો અને કિરણબેન વાઘેલા પર શ્વાને હુમલો કર્યો અને શ્વાન માલિકે જ મહિલાને થપ્પડ મારી છે, અગાઉ પણ સોસાયટીના લોકોએ શ્વાન માલિક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કરી હતી ફરિયાદ અને સોસાયટીના રહીશો પર મહિલાની દાદાગીરીથી ત્રસ્ત હોવાનો રહીશોનો આક્ષેપ છે. પહેલા ફરિયાદ કરી હતી ત્યારે મહિલાએ માથાભારે તત્વોને બોલાવીને ધમકાવ્યા હતા. આ ઘટનાનાં સીસીટીવી ફુટેજ સામે આવતા પોલીસ ફરીયાદ નોંધાવવા તજવીજ શરુ થઇ ગઇ છે.