સોમનાથમાં બંધ પડેલ સાંસ્કૃતિક ભવન ખાતે દીપડો દેખાતા લોકોમાં ભયની લાગણી
સોમનાથ ત્રિવેણી રોડ ઉપર થી હાઈવે તરફ જતા બાય પાસ રોડ ઉપર સાંસ્કૃતિક ભવન આવેલ છે જે ધણા સમયથી બાંધકામ ની કામગીરી બંધ હોવાથી ખંઢેર હાલતમાં છે અને આ બંધ પડેલ સાંસ્કૃતિક ભવન મા દિપડો દેખાણો છે આ સાંસ્કૃતિક ભવન ની બાજુમાં સોમનાથ ટ્રસ્ટ કર્મચારી ની સોસાયટી છે જેમા કર્મચારીઓ રહે છે અને બાજુમાં સોમનાથ ટ્રસ્ટ નુ પાર્કિંગ આવેલ છે જેમા સતત વાહનો અને લોકો ની અવરજવર રહે છે તેમજ પાર્કિંગ મા બસ સ્ટેશન પણ આવેલ છે અને આ તમામ રસ્તાઓ ઉપર યાત્રાળુઓ અને સ્થાનિક લોકો ની અવરજવર રહે છે આ જગ્યા ની બાજુમાં થી જંગલ ખાતા દ્વારા અગાઉ દિપડા પકડેલ છે અને ફરી વખત દિપડો દેખાયો છે જંગલ ખાતા દ્વારા જણાવવામાં આવેલ કે આ વિસ્તારમાં સોમનાથ ટ્રસ્ટ ની ખુલ્લી જગ્યામાં બાવળીયા અને ઝાળા ઝાંખરા આવેલ છે જેથી દિપડા ને રહેવા ની સુવિધાઓ મળે છે આ બાબતે સોમનાથ ટ્રસ્ટ ને આ જગ્યા સાફ કરવા રજૂઆત કરવામાં આવેલ પરંતુ ધ્યાન આપવામાં આવતું નથી.
આ જગ્યા મા બાવળીયા ને કારણે દિપડા નુ રહેણાંક થયેલ છે જે લોકો ઉપર મોટો ખતરો રહેલ છે કારણકે આ વિસ્તારમાં ચોવીસ કલાક લોકો ની અવરજવર રહે છે જેથી કોઈ મોટી દુર્ધટના બને તે પહેલાં આ વિસ્તાર ને સાફ કરે અને જંગલખાતા દ્વારા પાજરા ગોઢવી અને આ દિપડા ને પકડવામાં આવે જેથી લોકો ભયમુક્ત રહિ શકે