For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબીના દરોડા,બે શખ્સો ઝડપાયા

04:52 PM Jan 28, 2025 IST | Bhumika
દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબીના દરોડા બે શખ્સો ઝડપાયા

શહેર વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ પી.સી.બીએ દરોડા પાડી 30 હજારના વિદેશી અને દેશી દારૂૂનો જથ્થો ઝડપી પડ્યો હતો.પીસીબીએ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી જયારે મહિલા સહિત બે ફરાર થઇ ગયા હતા. પીસીબીની ટીમે પડેલા દરોડામાં ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં 22440ની 40 બોટલ વિદેશી દારૂૂ સાથે લક્ષ્મીવાડીના હર્ષ જીનેશભાઇ જોષીની ધરપકડ કરી હતી. આ દરોડામાં વૈશાલીનગરનો હકો ભરવાડ ફરાર થઇ ગયો હતો. બીજા દરોડામાં વીરાણી ઇન્ડસ્ટ્રીઝ એરીયા ખોડીયાર પાન એન્ડ કોલ્ડડ્રીલ ની બાજુમાં રોડ ઉપરથી ઢેબર કોલોની મફતીયાપરામાં રહેતા જયેશ બાવાભાઇ રૂૂપાપરાને 13 લીટર દેશી દારૂૂ સાથે ઝડપી લીધો હતો આ દરોડામાં મહિલા બુટલેગર શારદા ચુડાસમા ફરાર થઇ ગઈ હતી.

Advertisement

ત્રીજા દરોડામાં કાંતાગેસ ગોડાઉન વાળી શેરી અશોક ડીઝલ એન્જીનિયરીંગ કારખાનાની પાસે શ્રીજી મેટલ સામે જય માતાજી પાન એન્ડ કોલ્ડ્રીંગના ઓટા પાસેથી બાબરીયા કોલોની કવાટરમાં રહેતા સંજય ગુલાબભાઇ ભોજવીયાને 3000ના 15 લીટર દેશી દારૂૂ સાથે ઝડપી લીધો હતો.પી.સી.બીના ઇન્ચાર્જ પી.આઈ એમ.આર. ગોંડલીયા સાથે પીએસઆઈ એમ.જે.હુણ, પીએસઆઈ પી.બી.ત્રાજીયા એન ટીમના એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ,કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકીએ કામગીરી કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement