For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેરમાં બૂટલેગરો ઉપર PCBના દરોડા, 7.81 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડ

05:52 PM Jul 01, 2025 IST | Bhumika
શહેરમાં બૂટલેગરો ઉપર pcbના દરોડા  7 81 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડ

કૈલાશ ઈન્ડસ્ટ્રીઝ, 150 ફૂટ રિંગ રોડ અને રામધણ આશ્રમ પાસે દરોડા

Advertisement

રાજકોટમાં તહેવારો પૂર્વે બુલેગરો સક્રિય થતા આવા બુટલેગર ઉપર પીસીબીએ વોચ રાખી દરોડા પડ્યા હતા. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ પીસીબીએ ત્રણ દરોડા પાડી રૂૂ.7.81 લાખની કિમતનો 2826 બોટલ વિદેશી દારૂૂ સહીત રૂૂ.17.56 લાખના મુદ્દમાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.
મળતી વિગતો મુજબ શહેરમાં દારૂૂની હેરાફેરી કરતા બુટલેગરો ઉપર તૂટી પડવા અને ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના આદેશને પગલે પી.સી.બી.ની ટીમે ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પડ્યા હતા. જેમાં કૈલાશ ઇન્ડસ્ટ્રીઝ એરીયા 80 ફુટ રોડ સ્વાતી પાર્ક મેઇન રોડ કાબા એકસપ્રેસ ટ્રાન્સપોર્ટની સામેથી આઇસશર ટ્રક નંબર જી.જે.03.બી.ડબલ્યુ. 3251માં એફ.આર.સી. ના પતરાની આડમાં છુપાવીને લાવવામાં આવેલ ઇંગ્લીશ દારૂૂની રૂૂ.6,52,416ની કુલ 2784 નંગ બોટલના જથ્થા સાથે ભવ્ય એપાર્ટમેન્ટ એ-વીંગ ચોથો માળ બ્લોક નં.401 સૌરાષ્ટ્ર હોટલ પાછળ ગોંડલ રોડ ઉપર રહેતા આશીષભાઇ રમણીકભાઇ હીંગરાજીયા (ઉ.વ.42)ની ધરપકડ કરી કુલ કિ.રૂૂા.15.57,416 નો મુદામાલ કબ્જ કર્યો હતો.

બીજા દરોડામાં 150 ફુટ રીંગ રોડ, કૃતિઓનીલા કોમ્પલેક્ષ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયા સામે રાજકોટ પાર્કીંગમાંથી જીજ-03-એનડી-8182 નંબર ના એકટીવા સાથે ગોવર્ધન ચોક સ્કોય હાઇટ ફલેટ નં.સી-1203માં રહેતા યશ નીરજભાઇ બદીયાણીની 37,080ની કીમતની 12 બોટલ દારૂૂ સાથે ધરપકડ કરી કુલ રૂૂા.1,07,800 નો મુદામાલ કબજે કર્યો હતો. ત્રીજા દરોડામાં મવડી ગામ, રામધણ આશ્રમની સામે પાર્થ મોટેર ગેરેજ પાસે ખુલ્લા પ્લોટમાંથી નંદાહોલ પાસે કોઠારીયા શેરી રોડ સુભાષનગર નં.1માં રેહતા રજનીભાઇ ધીરૂૂભાઇ પાનસુરીયાની 92,700ની કીમતની 30 બોટલ સાથે ધરપકડ કરી હતી.

Advertisement

પી.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, એમ.જે.હુણ સાથે પીએસઆઈ પી.બી.ત્રાજીયા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઈ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમારે કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement