રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભગવતીપરાની મહાકાળી સોસાયટીમાં પીસીબીનો દરોડો, ત્રણ જુગારી ઝડપાયા

04:17 PM Oct 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરના ભગવતીપરા મેઇન રોડ પર આવેલી મહાકાળી સોસાયટીમાં આવેલા મકાનમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે પીસીબી શાખાએ દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ રૂા.45 હજાર તેમજ બે મોબાઇલ કબ્જે કરવામાં આવ્યા હતા.

મળતી વિગતો મુજબ, મહાકાળી સોસાયટી શેરી નં.1 બરેલી પાનની પાછળ આરોપી રામકુ ટીશા કેરળીયાના મકાનમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે પીસીબી શાખાના પી.એસ.આઇ. એમ.જે.હુણ અને સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા રામકુ ટીશા કેરળીયા, નાશરબીન આબેદભાઇ નાહેદી અને રાજેશ જગદીશ જીલરીયાને રોકડ રૂા.45 હજાર અને બે મોબાઇલ સહિત રૂા.55,600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યાંથી જુગાર પકડાયો ત્યાં નજીકમાં બી ડીવીઝનના તાબા હેઠળની ભગવતીપરાની પોલીસ ચોકી આવેલી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement