પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસના સંચાલકને ચેક રિટર્ન કેસમાં 1પ મહિનાની જેલની સજા
શહેરમા યુનિવર્સિટી રોડ ઉપર આવેલ પટેલ વિહાર રેસ્ટોરન્ટ એન્ડ પરોઠા હાઉસના મહિલા સંચાલકના પતિને રૂૂ.5.50 લાખના ચેક રિટર્ન કેસમાં અદાલતે 15 માસની સજા ફટકારતો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલ પટેલ વિહાર રેસ્ટોરન્ટ એન્ડ પરોઠા હાઉસના મહિલા સંચાલકના પતિ સમિત હસમુખભાઈ પંચાણીએ મિત્રતાના દાવે ઉષાબેન દવે પાસેથી હાથ ઉંચીના રૂૂ.5.50 લાખ લીધા હતા.
જે રકમની ચૂકવણી માટે સમિતભાઈ પાંચાણીએ ઉષાબેન દવેને ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતા ઉષાબેન દવે દ્વારા ચેક પરત ફર્યાની જાણ કરતી નોટિસ પાઠવી હતી. જે નોટીસ બજી જવા છતાં સમીત પાંચાણીએ રકમ નહીં ચૂકવતા ઉષાબેન દવે દ્વારા સમીત પાંચાણી વિરુદ્ધ અદાલતમાં ચેક પરત ફર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જે કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ અદાલતે ચેક પરત ફરવાના ગુનામાં પટેલ વિહાર રેસ્ટોરન્ટ એન્ડ પરોઠા હાઉસના મહિલા પ્રોપરાઇટરના પતિ સમીત પાંચાણીને 15 મહિનાની સજા ફટકારતો હુકમ કર્યો છે.આ કેસમાં ફરિયાદી વતી યુવા એડવોકેટ મોહિત વિરેન્દ્રભાઈ ઠાકર, કશ્યપ વિરેન્દ્રભાઈ ઠાકર અને જુનિયર આસિસ્ટન્ટ પાર્શ્વ પરેશભાઈ ઠાકર રોકાયા હતા.