સુરત એરપોર્ટ પરથી 1.41 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફર ઝડપાયો
એક તરફ પોલીસ દ્વારા રાજ્યને ડ્રગ્સ સહિતના નશાથી મુક્ત કરવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ નશાનો વેપાર કરનારાઓ મોટી માત્રામાં નશાકારક વસ્તુઓ રાજ્યના વિવિધ ભાગોએથી ઘૂસાડી રહ્યાં છે. જોકે સતર્ક પોલીસના કારણે મોટાભાગના કિસ્સાઓમાં નશાને વેપલો ચલાવનારા ઝડપાઈ જાય છે. સુરત એરપોર્ટ પર એક મુસાફર 4 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયો છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ગત રોજ બુધવાર 17મી નવેમ્બરના સાંજના સુમારે 7.30 વાગ્યે બેંગકોકથી સુરતની એર ઈન્ડિયાની ફ્લાઇટ IX-263માં આવેલા એક શંકાસ્પદ મુસાફરના મુસાફરના માલ-સામાનની તપાસ કરતા તેની પાસેથી રૂૂ.. 1, 41, 92, 500ના અંદાજિત 4.055 કિલોગ્રામ વજનનાં હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજા)નાં 8 પેકેટ મળી આવ્યા હતા.
બેંગકોકથી સુરત આવેલી ફ્લાઈટમાં ઝાફરખાન નામનો ઇસમ ગાંજાના જત્થા સાથે સુરત એરપોર્ટ પર આવ્યો હતો તે દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ફોરેન્સિક તપાસ પૂર્ણ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુસાફરને કસ્ટડીમાં લઈને વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.