દેરાણી-જેઠાણીએ પતિને ફસાવી ખોટા કેસમાં ફિટ કર્યાના આક્ષેપ સાથે પરિણીતાએ ફિનાઇલ પીધું
શહેરમા રેલનગર વિસ્તારમા રહેતી દેરાણી-જેઠાણીએ ઘંટેશ્ર્વર વિસ્તારમા રહેતા યુવકને ફસાવી ખોટા કેસમા ફીટ કર્યાનાં આક્ષેપ સાથે ખોડીયાર નગરમા માવતરે રીસામણે બેઠેલી પરણીતાએ ફીનાઇલ પી લીધુ હતુ . આપઘાતનો પ્રયાસ કરનાર પરણીતાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ઘંટેશ્ર્વર વિસ્તારમા આવેલા વર્ધમાન નગરમા સાસરીયુ ધરાવતી દક્ષાબા બલભદ્રસિંહ સરવૈયા નામની ર6 વર્ષની પરણીતા ગોંડલ રોડ પર આવેલા ખોડીયાર નગરમા પોતાનાં પીયરમા હતી ત્યારે સાંજનાં સાડા સાતેક વાગ્યાનાં અરસામા ફીનાઇલ પી લીધુ હતુ. દક્ષાબાની તબીયત લથડતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી આ અંગે સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે માલવીયા નગર પોલીસને જાણ કરતા માલવીયા નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવીલ હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમીક પુછપરછમા દક્ષાબા સરવૈયાએ જણાવ્યુ હતુ કે તેમનાં આઠ વર્ષ પુર્વે લગ્ન થયા છે અને તેમને સંતાનમા એક પુત્રી છે. પતિ બલભદ્રસિંહ ટ્રાવેલ્સનો ધંધો કરતા હતા . ત્યારે રેલનગરમા રહેતી મીતલબા નામની પરણીતા ફેસબુક મારફતે સંપર્કમા આવી હતી. અને પતિ બલભદ્રસિંહને પ્રેમજાળમા ફસાવી મીતલબાએ તેની જેઠાણી સાથે મળી બલભદ્રસિંહને ફસાવ્યો હતો . દેરાણી-જેઠાણીએ બલભદ્રસિંહ ચુડાસમાને આઠ જેટલી કાર વેચાવી રૂપીયા પડાવી લીધા હતા . અને દેરાણી-જેઠાણીએ તેની નણંદનાં ઘરેણા ગીરવે મુકવા આપ્યા હતા . તે ઘરેણા પડાવી લીધાની ફરીયાદ નોંધાવી ખોટા કેસમા ફીટ કરતા ફીનાઇલ પી લીધુ હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.