For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે વર્ષ પહેલાના મર્ડરના ગુનામાં જુબાની આપવાની ના પાડી પંચને મારી નાખવાની ધમકી

04:27 PM Jun 11, 2025 IST | Bhumika
બે વર્ષ પહેલાના મર્ડરના ગુનામાં જુબાની આપવાની ના પાડી પંચને મારી નાખવાની ધમકી

શહેરનાં કોઠારીયા મેઇન રોડ ન્યુ સાગર સોસાયટી પાસે ઓફીસમા યુવાનને બોલાવી 4 ફડાકા ઝીકી મર્ડરનાં ગુનામા કોર્ટમા જુબાની આપવા નહી જવાનુ કહી ધમકી આપતા ભકિતનગર પોલીસે આરોપી સામે ફરીયાદ નોંધવામા આવી છે આ ઘટનામા આરોપીને શકંજામા લઇ કાયદાનુ ભાન કરાવવા તજવીજ શરૂ કરવામા આવી છે.

Advertisement

વધુ વિગતો મુજબ જંગલેશ્ર્વરનાં આરએમસી કવાર્ટરમા રહેતા ખાલીફમીયા સુલ્તાનમીયા બુખારીએ પોતાની ફરીયાદમા ઇસ્માઇલ ઉર્ફે ભુદર હસનભાઇ ખીયાણીનુ નામ આપતા તેમની સામે ધમકી અને માર મારવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધવામા આવ્યો છે. આ ફરીયાદમા ખાલીફમીયાએ આક્ષેપો સાથે જણાવ્યુ હતુ કે તેઓ રીક્ષા ડ્રાઇવીંગ કરે છે. અને પોતે સામાજીક કાર્યકર છે. તેઓ સેસન્સ કોર્ટમા ચાલતા મર્ડરનાં ગુનામા પંચમા સાહેદ તરીકે છે. તા. 9-5 નાં રોજ કોર્ટમા મુદત હતી જેમા કોર્ટમા જુબાની આપેલી હતી.

અને આ કેસમા હથીયાર કબજે કરવામા આવેલુ હોય જે મામલે ખાલીફમીયા પંચ તરીકે છે. આ જુબાની આપ્યા બાદ તા. 26-5 નાં રોજ નવી મુદત તેઓને મળી હતી. જુબાની આપી ઘરે જતો હતો ત્યારે રાત્રીનાં સમયે ઇસ્માઇલ ભુદરનો કોલ આવ્યો હતો. અને કોલ ઉપાડતા આરોપીએ ભવાની ચોકમા આવવાનુ કહયુ હતુ. જયા હનીફ જેસાણી અને ઇસ્માઇલ હાજર હતા. ઇસ્માઇલે કહયુ કે તે કોર્ટમા ભલે જુબાની આપી હોય હવે પછી કોર્ટમા મુદતનાં સમયે જતો નહી. આમ છતા ખાલીફમીયાએ કહયુ કે મારે મુદતમા રહેવુ જ પડશે. જેથી ઇસ્માઇલ ઉશ્કેરાઇ ગયો અને ર4 કલાકમા મારી નાખવાની ધમકી આપી અને ખોટા કેસમા ફીટ કરાવી દેવાનુ કહી ત્યાથી જતો રહયો હતો.

Advertisement

ત્યારબાદ તા. 26-5 નાં રોજ કોર્ટમા મુદત હોય તે અગાઉ 25 તારીખનાં રોજ રાત્રીનાં સમયે ઘરે સુતો હતો ત્યારે અલી ગોગદાનો કોલ આવ્યો હતો. અને તેઓએ અઝહરભાઇની ઓફીસે આવવાનુ કહી તમારે પૈસાની જરૂર છે. અમને 1પ લાખ રૂપીયા આપો તેમ કહયુ હતુ. અને ફોન રાખી દીધો હતો. ત્યારબાદ ખલીફમીયા અઝહરભાઇની ઓફીસે પહોંચ્યા ત્યા ઇસ્માઇલ ખીયાણી, સરફરાઝભાઇ અને અલી ગોગદા હાજર હતા. જેમા ઇસ્માઇલે કહયુ કે હનીફ યુસુફ જુણેજાનાં મર્ડર કેસમા તુ પંચમા છો. તુ કાલે કોર્ટમા જુબાની આપવા જઇશ તો મજા નહી આવે. તેવુ કહી માથાકુટ કરી ચાર ફડાકા ઝીકી દીધા હતા. આ મામલે આરીફમીયાએ 100 નંબર પર કોલ કરી પોલીસને બોલાવી હતી. અને પોલીસ મથકે પહોંચી ઇસ્માઇલ વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement