For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદરના દરિયામાં પાક.ની નાપાક હરકત, 7 ખલાસી સાથે બોટનું અપહરણ, ફાયરિંગની ચર્ચા

04:36 PM Nov 07, 2025 IST | admin
પોરબંદરના દરિયામાં પાક ની નાપાક હરકત  7 ખલાસી સાથે બોટનું અપહરણ  ફાયરિંગની ચર્ચા

ગુજરાતના ગૃહમંત્રી કચ્છની સરહદે છે તેવા સમયે જ પોરબંદરના દરિયામાં પાકિસ્તાની મરીન એજન્સીએ નાપાક હરકત કરી છે અને 7 જેટલા ભારતીય માછીમારી સાથેની બોટનું અપહરણ કર્યાનું જાણવા મળે છે. પાક. એજન્સીએ ભારતીય બોટ ઉપર ગોળીબાર પણ કર્યાની ૂચર્ચા છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ માછીમાર વર્ગમાં આ ઘટનાથી ભારે ઉહાપોહ મચી ગયો છે.

Advertisement

લાંબા સમયથી ભારત-પાક. દરિયાઈ સરહદે શાંતિ હતી પરંતુ ઓપરેશન શિંદુર બાદ ફરી એક વખત પાકિસ્તાને લખણ ઝળકાવતાં માછીમારોમાં રોષની લાગણી ફેલાયેલ છે. પાકિસ્તાને ભારતના સાતેક માછીમારોના અપહરણ કર્યાની વાત બહાર આવી રહી છે ત્યારે આ બારામાં તાત્કાલીક પગલાં ભરવા પણ માંગણી ઉઠી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement