ગીર સોમનાથના દરિયા કિનારેથી અફઘાની ચરસના 61.75 લાખના પેકેટ મળી આવ્યા
તા.15/07/2025ના રોજ એ.સી.સીંધવ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ગીર સોમનાથ તથા તેમની ટીમ સાથે સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પેટ્રોલીંગ ફરતા ફરતાં સુત્રાપાડા જી.એચ.સી.એલ. કંપની પાસે પહોંચતા પો.હેડ કોન્સ. વિપુલભાઇ અમૃતભાઇ ટીટીયાને બાતમી રાહે હકિકત મળેલ કે, જી.એચ.સી.એલ. કંપનીની પાછળના ભાગે દરીયા કિનારે શંકાસ્પદ નશીલા પદાર્થ જેવી વસ્તુનુ પેકેટ પડેલ છે, જેથી સ્થળ ઉપર પહોચી જોતા એક પેકેટ લીલા કલરનું હતુ જેના ઉપર અંગ્રેજીમાં AFGHAN PRODUCT તથા બાજ પક્ષીનું સીમ્બોલ જેની બંને બાજુ છરીનું ચીત્ર અને તેની નીચે અંગ્રેજીમાં NO.1 Quality તથા 1150 GM તથા ઉર્દુ જેવી ભાષામા લખાણ લખેલ વાળું કોથળી સહીતનું કુલવજન 1235 ગ્રામ જેની કુલ કિં.રૂૂ.61,75,000/- વાળું બિનવારસુ મળી આવતા સદર પેકેટ વરસાદની સીઝન હોય જેથી જેમનુ તેમ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં લાવી પો.હેડ કોન્સ. વિપુલભાઇ ટીટીયાએ રજુ કરી સુત્રાપાડા પો.સ્ટે. જા.જોગ નં.06/2025 તા.15/07/2025 ના ક.16/00 થી રજી.કરવામાં આવેલ જેની આગળની તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ગીર સોમનાથ એ સંભાળી મળી આવેલ મુદ્દામાલ બાબતે એફ.એસ.એલ. પરિક્ષણ કરાવતા એફ.એસ.એલ.કચેરી ગાંધીનગરના પરિક્ષણ અહેવાલ આવતા પેકેટમાં રહેલ માદક પદાર્થમાં કેનાબીસ છોડના વાનસ્પતિક ભાગો - રોમ (મેરીજુઆના હસીસ) ચરસના ઘટકોની હાજરી હોવાનુ લખાઇ આવતા જેના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.ગીર સોમનાથનાઓ જાતે ફરીયાદી બની સદર માદક પદાર્થ બાબતે સુત્રાપાડા પો.સ્ટે મા એન.ડી.પી.એસ. કલમ 8(સૌ) 22(સી) મુજબ અજાણ્યા ઇસમ વિરૂૂદ્ધ ગુન્હો રજી કરાવેલ જે ગુન્હો અનડિટેક્ટ હોય જેથી આગળની તપાસ તજવીજ થવા તેમજ સદર ગુન્હો ડિટેક્ટ કરવા સારૂૂ આગળની તપાસ આર.એચ.લોહ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સુત્રાપાડા પોલીસ સ્ટેશનનાઓએ જોતેથી સંભાળેલ છે.
કોઇ અજાણ્યા ઇસમએ ભારતના યુવા ધનને બરબાદ કરવા માટેના બદ ઇરાદાથી દરીયાઇ માર્ગે ગે.કા. રીતે માદક પદાર્થ અફઘાની ચરસનો જથ્થો લાવતી વખતે દરીયાઇ સુરક્ષા એજન્સીના ડરથી દરીયામાં ફેંકી દેતા દરીયાઇ પ્રવાહ સાથે દરીયાકાંઠે તણાઇ આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી એન.એ.વાઘેલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.ગીર સોમનાથ , એ.સી.સીંધવ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, દેવદાનભાઈ માણંદભાઇ એ.એસ.આઇ., વિપુલભાઇ અમૃતલાલ પો.હેડ કોન્સ , કૈલાશસિંહ જશાભાઇ પો.કોન્સ., મહાવિરસિંહ મંગળસિંહ હતા. ગીર સોમનાથ પોલીસ દ્વારા દરિયાકાંઠા પર વસવાટ કરતા નાગરિકો તેમજ ફિશીંગના ધંધા સાથે સંકળાયેલ તમામ માછીમારોને અપીલ છે કે દરિયામા માછીમારી કરતી વખતે કોઇ ગે.કા. પ્રવૃત્તિ કે ચીજ-વસ્તુ મળી આવ્યે તેમજ દરિયા કિનારા પર કોઇ ગે.કા. કે શંકાસ્પદ ચીજ-વસ્તુ મળી આવતે તુરંત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયુ છે.
