જાતિવાદનો ભડકો, સાત વ્યંઢળનો આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં લાંબા સમયથી કમિટિમાં સમાવવાના મુદ્દે ચાલતા વિવાદમાં હિંસક વળાંક, અધ્યક્ષ નિકિતા દેએ ફીનાઇલ પીધાની જાણ થતા હરીફ જૂથના છ વ્યંઢળોએ સામૂહિક ફીનાઇલ પી લીધું
રાજકોટમા વ્યંઢળો વચ્ચે જાતીવાદને લઇને કમિટીમા સમાવવા મુદે ચાલતા વિવાદમા ભડકો થયો હોય તેમ કમિટીનાં અધ્યક્ષ નિકીતા દેએ ફીનાઇલ પી લીધુ હોવાની જાણ થતા હરીફ જુથનાં છ વ્યંઢળોએ સામુહીક ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર 7 કિન્નરોની તબીયત લથડતા તાત્કાલીક સારવાર માટે ખસેડવામા આવ્યા હતા . ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા ગંજીવાડા વિસ્તારમા રહેતા નિકીતાદે (ઉ. વ. ર4 ) એ રાત્રીના સાડા આઠેક વાગ્યાનાં અરસામા ગંજીવાડા ચોકમા આવેલા શકિત ચોકમા ફીનાઇલ પી લીધુ હતુ નિકીતાદે ને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા . તે જ રાત્રે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર રપ વારીયામા બે વાગ્યાનાં અરસામા ખુશ્બદે ગોપીદે (ઉ. વ. ર4 ) , સમીરાદે ગોપીદે (ઉ. વ. 30 ), બિંદીયાદે મીરાદે (ઉ.વ. 3ર ) , ગોપીદે મીરાદે (ઉ. વ. 30 ), ટીનીદે મીરાદે (ઉ. વ. 30), કલ્પુદે મીરાદે (ઉ.વ. ર4 ) એ સામુહીક ફીનાઇલ પી લીધુ હતુ છ કિન્નરોને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખેડવામા આવ્યા હતા . આ અંગે સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે થોરાળા અને ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા થોરાળા અને ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવીલ હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો . પોલીસ પહોંચે તે પુર્વે નિકીતાદે પ્રાથમીક સારવાર લઇ જતા રહયા હતા જયારે સારવાર લઇ રહેલા છ વ્યંઢળોની પુછપરછ કરી ગાંધીગ્રામ પોલીસે નીવેદન નોંધ્યુ હતુ.
પ્રાથમીક પુછપરછમા સામુહીક ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરનાર કિન્નરોએ આક્ષેપ કર્યો છે કે રામનાથ પરામા માતાજીનો મઢ આવેલો છે જેમા કમીટીનાં અધ્યક્ષ તરીકે નિકીતાદે છે . નિકીતાદે તમે અલગ જાતીનાં છો તમે દલીત છો . તેમ કહી ફોનમા ધમકી આપે છે. અને હુ કમીટીમા મોટી છુ તમને કમીટીમા રાખવા નથી. તેવુ કહી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરે છે . જે અંગે છેલ્લા છ મહીનાથી બંને જુથ વચ્ચે વિવાદ વકર્યો છે . નિકીતાદેનાં ત્રાસ અને ધમકીથી કંટાળી છ કિન્નરોએ સામુહીક ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.
ચાર દિવસ પૂર્વે જ નિકીતાદેએ સમીરાદેને માર માર્યો હોવાનો આક્ષેપ
રાજકોટમા વ્યંઢળોને કમીટીનાં અધ્યક્ષ નિકીતાદે અને હરીફ જુથ વચ્ચે લાંબા સમયથી જાતીવાદને લઇને ચાલતા વિવાદમા અવાર નવાર બંને પક્ષ વચ્ચે તણખા ઝરી રહયા છે ત્યારે સામુહીક આપઘાતનાં પ્રયાસની ઘટનાનાં 4 દીવસ પુર્વે ફીનાઇલ પી લેનાર સમીરાદે ગોપીદે (ઉ. વ. 30 ) પારેવડી ચોક પાસે હતા ત્યારે નિકીતાદે સહીતનાં વ્યંઢળોએ જુની અદાવતનો ખાર રાખી માર માર્યો હોવાનો આરોપ લગાવવામા આવ્યો છે.