For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તબીબના પ્રિસ્ક્રિપશન વગર નશાકારક દવા ગ્રાહકોને ન આપવાનો આદેશ

01:20 PM Nov 04, 2025 IST | admin
તબીબના પ્રિસ્ક્રિપશન વગર નશાકારક દવા ગ્રાહકોને ન આપવાનો આદેશ

જામનગર શહેરમાં નશાકારક દવાઓનું ગેરકાયદે રીતે વેચાણ ન થાય, તે માટે એસ.ઓ.જી. ની ટુકડી દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, અને જામનગર શહેરના તમામ મેડિકલ સ્ટોરના સંચાલકોને એસ.ઓ.જી.ની કચેરીએ બોલાવ્યા બાદ તેઓ સાથે પરામર્શ કર્યા બાદ તબીબો ના પ્રિસ્કિપશન વિના કોઈ પણ પ્રકારની નશાકારક દવાઓનું વેચાણ નહીં કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો.

Advertisement

જામનગર ના જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ જામનગર એસ.ઓ.જી. શાખાના પી.આઈ. બી.એન. ચૌધરી અને તેઓની સમગ્ર ટીમ દ્વારા શહેર જિલ્લામાં નશા મુક્તિ અભિયાન અંતર્ગત સમયાંતરે લોકજાગૃતિ સંદર્ભના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, તેના ભાગરૂૂપે જામનગર શહેરના મેડિકલ સ્ટોર માંથી લોકોને નસાયુક્ત દવાઓ સરળતાથી મળી ન જાય તે સંદર્ભમાં વિશેષ કાર્યવાહી કરવામાં આવી હતી, અને તબીબોની ગાઇડલાઇન મુજબ જ લોકોને દવા આપવામાં આવે, તે સંદર્ભમાં વિશેષ બેઠકોનો દોર હાથ ધરવામાં આવ્યો છે. નગરના મેડિકલ સ્ટોર ના સંચાલકો, કે જેઓને માર્ગદર્શન આપીને ખાસ કરીને તબીબોની ગાઈડલાઈન અથવા તો પ્રિસ્કિપશન વિના કોઈપણ ગ્રાહકોને નશા યુક્ત હોય તેવી દવાઓનું વેચાણ નહીં કરવા માટેનો સ્પષ્ટ નિર્દેશ અપાયો હતો.

જામનગરની એસ.ઓ.જી. શાખા ના પી.આઈ. બી.એન. ચૌધરી અને તેઓની સમગ્ર ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા આ વિશેષ અભિયાન અંતર્ગત જામનગર શહેરમાં દવાઓનું વેચાણ કરતી દુકાનોના સંચાલકો કે જેઓનું મેડિકલ એસોસિયેશન છે, તે તમામ હોદ્દેદારો સહિતના વિક્રેતાઓને ગઈકાલે જામનગરની એસ.ઓ.જી.ની કચેરીમાં બોલાવાયા હતા, અને તમામ સાથે નશા મુક્તિના સંદર્ભમાં વાટાઘાટો કરવામાં આવી હતી, તેમજ તબીબોએ લખેલા પ્રિસ્કિપશન મુજબ જ દર્દીઓને દવા આપવા માટેનો ખાસ આગ્રહ રાખ્યો હતો. જેમાં સર્વે મેડિકલ વિક્રેતાઓ સહમત થયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement