ભાવનગરમાં લોન કૌભાંડમાં વધુ એક શખ્સની ધરપકડ
ભાવનગરની બેન્ક ઓફ બરોડાની મોખડાજી સર્કલ શાખામાં સરકારી યોજના અંતર્ગત મળતી લોન અંગેના ચકચારી કૌભાંડમાં પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કર્યા બાદ જેલ હવાલે કર્યો છે.
ભાવનગરની બેન્ક ઓફ બરોડા મોખડાજી સર્કલ શાખામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત સરકારી યોજના હેઠળ મળતી લોન અંગે બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને કર્મચારી તેમજ બે મળતિયા એજન્ટ દ્વારા લોન કૌભાંડ આચરવામાં આવ્યું હતું.આ અંગે બેન્ક ઓડિટ થતા સમગ્ર કૌભાંડ ઉજાગર થયું હતું અને બેંકના અધિકારી રાજેશ ભાકર દ્વારા સ્થાનિક ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તાત્કાલિક અસરથી બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજર,કર્મચારી,બે એજન્ટ સહિત છ શખ્સની ધરપકડ કરી કૌભાંડની તપાસ માટે સીટની રચના કરી હતી.આ કૌભાંડમાં પોલીસે વધુ એક શખ્સ હિતેશ ચંદ્રકાંતભાઈની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને જેલ હવાલે કરવા આદેશ કર્યો છે.