For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ દારૂના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ગેંગ સામેની ગુજસીટોકમાં વધુ એકની ધરપકડ

12:49 PM Jun 09, 2025 IST | Bhumika
જૂનાગઢ દારૂના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ગેંગ સામેની ગુજસીટોકમાં વધુ એકની ધરપકડ

જૂનાગઢ જિલ્લામાં વારંવાર ગુન્હાઓ આચરતી ધીરેન કારીયા ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી.કે. શેઠ ની સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધમાં ગુજ.સી.ટોક કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલ ગુન્હામાં નાસતા ફરતા આરોપી સમીર ડોસાભાઈ કોડીયાતરને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.

Advertisement

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ટોપ- 25 લીસ્ટ પૈકીનો અનુ નં.19 નો લીસ્ટેડ બુટલેગર ધીરેન ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી.કે.શેઠ અમૃતલાલ કારીયા રહે. રાયજીબાગ, નોબલ પ્લેટેનીયમ, બ્લોક નં.303, જૂનાગઢ જી. જૂનાગઢ વાળો પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને હરીયાણા, રાજસ્થાન, પંજાબ રાજ્યમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની હેર-ફેર ક2વા માટે ખોટા દસ્તાવેજો બનાવી આર્થિક સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવેલ છે. આ ટોળકીના મુખ્ય સુત્રધાર ધીરેન ઉર્ફે ડી.ડે. ઉર્ફે ડી.કે.શેઠ અમૃતલાલ ડારીયાએ મોટો આર્થિક નફો મેળવવા ગે.કા. રીતે બહારના રાજયમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂનો જથ્થો વિપુલ પ્રમાણમાં મંગાવી તેની હેરફેર કરવા માટે એક ગેંગ ઉભી કરેલાનુ જણાઇ આવતા ધીરેન કારીયા સહીત 8 આરોપી વિરુધ્ધ જૂનાગઢ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ઘી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ (G.C.T.O.C.) એકટ-2015ની કલમ-3(1)ની પેટા(1)(2) તથા કલમ-3(2) તથા કલમ-3(4) મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ તેમજ અગાઉ આ મામલે કુલ 4 ઇસમોને અટક કરવામાં આવેલ હતા.
હાલ નાસતા ફરતા આરોપી પકડી પાડવા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા ના નાં સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ગુન્હાના નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલ જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે.જે.પટેલ ની સુચના તથા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફના માણસો ઉપરોક્ત ગુન્હામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા કાર્યરત હોય દરમ્યાન કાઇમ બ્રાન્ચની ટીમને સંયુક્તમાં ચોકક્સ બાતમી મળેલ કે, ઉપરોક્ત ગુન્હામાં નાસતો ફરતો આરોપી સમીર ડોસા કોડીયાતર, રહે. જુનાગઢ ગાંધીગ્રામ વાળો હાલ ગાંધીગ્રામ જફર મેદાન પાસે આવેલ વાંદા સમાજની વાળી મા હોય જે બાતમીના આધારે તપાસ કરતા આરોપી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી ક2વામાં આવેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement