હળવદ યુરિયા ખાતર કૌભાંડમાં વધુ એકની ધરપકડ
હળવદ શહેરમાં આવેલી મોરબી ચોકડી પાસે આક્ષર એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં સબસીડાઈઝ યુરીયા ખાતરની બેગ બદલાવી બારોબાર વેચાણ કરવાનું કૌભાડ હળવદ પોલીસે ઝડપી પાડ્યું હતું જેમાં મોરબી ખેતીવાડી નિયામકે 5 લોકો સામે નામજોગ તેમજ અન્ય તપાસ માં જે નામ ખુલે તેવા આરોપીઓ સામે ફરિયાદ દાખલ કેરવામાં આવી હતી જેમાં ટ્રક ડ્રાઈવર , ગોડાઉન સંચાલક તેમજ બે ખાતર સપ્લાયરની ધરપકડ થઇ ચુકી હતી અને જેમાં હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
બનાવ મળતી વિગત મુજબ હળવદ શહેરની મોરબી ચોકડી પાસે ગત 7 ડીસેમ્બરના રોજ હળવદ પોલીસે ગોદાઉનમાં દરોડો પાડીને 1437 બેગ મળી 25 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખાતરના સેમ્પલ લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલાયા હતા.
જેમાં લેબોરેટરીનો રીપોર્ટ આ ખાતર સબસીડીવાળું હોવાનું સાબિત થયું હતું જેથી ખેતીવાડીના નાયબ નિયામકે મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિ ચેરમેન હેમાંગ રાવલના ભાઈ અજય રાવલ, કાળું ખોડા મુંધવા, જયદીપ તારબુંદીયા, ચેતન રાઠોડ, અને ટ્રક ડ્રાઈવર સહીતના સામે ફરિયાદ દાખલ કરી હતી જેમાં કાળું ખોડા મુંધવા અને ટ્રક ડ્રાઈવર અને અજય રાવલની ધરપકડ થયા બાદ હાલ જામીન પર છોડવામાં આવ્યા છે જયારે ખાતર સપ્લાયર જયદીપ તારબુંદીયા અને ચેતન રાઠોડના ગોડાઉન સીઝ કરી લાયસન્સ રદ પણ કરવામાં આવ્યા છે હાલ જયદીપ તારબુંદીયા અને ચેતન રાઠોડની ધરપકડ કરી છે જયારે જયદીપ તારબુંદીયા ને જેલ હવાલે કરવામાં આવ્યો છે અને હાલ ચેતન રાઠોડ પોલીસ કસ્ટડી સીછે અને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે જોકે આ ઘટનામાં શરૂૂઆતથી પોલીસનું ઢીલું વલણ દાખવવામાં આવ્યું છે જેમાં આરોપીઓની 4 મહિના બાદ ધરપકડ થતા પોલીસની કામગીરી સામે શંકા સેવાઈ રહી છે.
બીજી તરફ ભાજપ નેતા હેમાંગ રાવલના ભાઈ અજય રાવલને મોરબી જિલ્લામાં પ્રવેશ બાંધી હોવા છતાં પણ છૂટો દૌર હોય હળવદની બજારમાં ફરી રહ્યો છે જો પોલીસ આમાં ઊંડાણ પૂર્વક તપાસ કરી સીસીટીવી ચકાસણી કરે તો જામીન પણ રદ થઇ શકે છે પરંતુ પોલીસની ઢીલી નીતિ ના કારણે ખાતરની બેગ કેટલા સમયથી કેટલા સમય બદલાવી બરોબાર વેચી મારતા હતા કયા કારખાનામાં જતું હતું તેની તપાસ કરી અને હજુ ઊંડાણ પૂર્વક તપાસ કરે તો હજી પણ કેટલાક રાજકીય નેતાના કારખાના સુધી તપાસનો રેલો પહોચી શકે તેવી આશંકા સેવાઈ રહી છે પરંતુ આ ખાતર જથ્થો ઝડપાયા બાદ ખેતીવાડી વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે કારણ કે શું હવે કારખાનામાં સબસીડી વાળું ખાતર નથી જતું ?અને સરકાર ખરાબામાં ગોડાઉન બનાવી યુરીયા ખાતરનું વેચાણ કરતા સંચાલકો સામે પગલા લેવાશે કે કેમ ? અને જો પગલા લેવાશે તો કેવા લેવાશે અને સરકારી ખરાબાની જગ્યા માં ગોંડાઉન હોય તો જીએસટી નમ્બર કેમ મળ્યા તે પણ એક સવાલ છે શું ખેતીવાડી અને જીએસટી વિભાગ અજાણ છે કે પછી હોતી હે ચલતી જેવી નીતિ અપનાવી રહ્યા છે તેવી લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.