માળિયા મિયાણાના વર્ષા મેડીમાં શંકાસ્પદ ઈંધણ સાથે એક ઝડપાયો
માળિયા તાલુકાના વર્ષામેડી ગામ જુમ્મા વાડી ફાટક પાસેથી સુપર કેરી લોડીંગ ટેમ્પોમાં શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રોડક્ટની હેરાફેરી કરી વેચાણ કરવાના ઈરાદે જતા ઈસમને ઝડપી લઈને પોલીસે શંકાસ્પદ પેટ્રોલીયમનો જથ્થો અને વાહન સહીત 3.28 લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે.
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સુપર કેરી ટેમ્પો ગાડીમાં શંકસ્પદ પેટ્રોલીયમ પ્રોડક્ટ ભરી વેચાણ અર્થે જતો હોવાની બાતમી મળતા શંકાસ્પદ સુપર કેરી ટેમ્પો જીજે 36 વી 5079 વર્ષામેડી ફાટક પાસે રોકી તલાશી લેતા લાયસન્સ કે પરમીટ વિના પેટ્રોલીયમ પ્રોડક્ટનો જથ્થો મળી આવ્યો હતો અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ગાડીમાં ભરેલ જથ્થો ગેરકાયદે હેરાફેરી કરી વેચાણ અર્થે લઇ જતો હોવાનું ખુલ્યું હતું જેથી પોલીસ ટીમે ટેમ્પો ચાલક જયેશ ભગવાનજીભાઈ ખાદા (ઉ.વ.29) રહે શનાળા બાયપાસ દલવાડી સર્કલ મોરબી મૂળ રહે વવાણીયા તા માળિયા વાળાને ઝડપી લીધો હતો પોલીસે 30 કેરબામાં શંકાસ્પદ પેટ્રોલીયમ જથ્થો 1800 લીટર કીમત રૂૂ 1,26,000 સુપર કેરી સીએનજી ગાડી કીમત રૂૂ 2 લાખ અને મોબાઈલ કીમત રૂૂ 2000 સહીત કુલ રૂૂ 3,28,000 નો મુદામાલ કબજે લીધો છે