ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અંજારની વાડીમાંથી 16.67 લાખના દારૂ સાથે એક ઝડપાયો : ચાર શખ્સોની શોધખોળ

12:08 PM Sep 05, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

અંજાર તાલુકાના વાડા ગામમાં આવેલી વાડીની ઓરડીમાં બુટલેગરોએ ઉતારેલો જથ્થો સગેવગે થાય તે પહેલાં જ એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.16.67 લાખના વિદેશી દારૂૂના જથ્થા સાથે એક આરોપીને પકડી લીધો હતો જ્યારે અહીં રાખેલો જથ્થો લેવા આવનાર ચાર આરોપી હાજર મળ્યા ન હતા. પોલીસે રૂૂ.31.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અંજાર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

બાતમીના આધારે તેમની વાડીમાં દરોડો પાડી ઓરડીની તલાશી લેતાં ત્યાંથી રૂૂ.16,67,580 ની કિંમતના વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની 4,020 બોટલો મળી આવતાં ત્યાં હાજર વાલજીભાઇ જખુભાઇ વીરડાની અટક કરી બે વાહન, મોબાઇલ સહિત કુલ રૂૂ.31,77,580 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીની પ્રાથમીક પુછપરછમાં આ દારૂૂનો જથ્થો જીગર, જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો, મિતરાજસિંહ અને રાજેન્દ્ર આઇસરમાં લોડ કરીને લાવ્યા હતા. તે જથ્થામાંથી જીગર અને જયેન્દ્રસિંહે ટાટા યોધ્ધા ગાડીમાં ભર્યો હતો અને આજે લેવા આવવાના હતા. થોડો જથ્થો આઇસર વાહનમાં હતો તે મિતરાજસ઼િહ અને રાજેન્દ્ર લેવા આવવાના હતા તે પહેલાં જ દરોડો પડ્યો હોવાનું જણાવતાં પોલીસે પાંચેય વિરૂૂધ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ ઘટનામાં તપાસ એલસીબી પીઆઇ ખુદ કરી રહ્યા છે.

Tags :
AnjarAnjar newscrimegujaratgujarat newsliquor
Advertisement
Advertisement