For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના પીપળી ગામ નજીક પ લાખથી વધુના દારૂ-બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

12:03 PM Mar 03, 2025 IST | Bhumika
મોરબીના પીપળી ગામ નજીક પ લાખથી વધુના દારૂ બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

પીપળી ગામ નજીક કાચા રોડ પર ટ્રેલરમાં માટીની બોરીની આડમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂૂ અને બીયરનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો ટ્રેલરમાંથી પોલીસે 828 બોટલ દારૂૂ અને 312 નંગ બીયરના ટીન તેમજ ટ્રેલર સહીત 15.24 લાખનો મુદામાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે.

Advertisement

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી ગામની સીમમાં અંબિકા કારખાના પાસે માનસરોવર સોસાયટી પાસે કાચા રોડ પર ટ્રેલર આરજે 09 જીસી 3141 માં ભરેલ માટીની બોરીની આડમાં દારૂૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં ટ્રેલરની તલાશી લેતા માટીની બોરીની આડમાં છુપાવેલ દારૂૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રેલરમાંથી ઈંગ્લીશ દારૂૂની 828 બોટલ અને બીયરના 312 ટીન મળીને 5,14,092 નો જથ્થો તેમજ ટ્રેલર કીમત રૂૂ 10 લાખ સહીત કુલ રૂૂ 15,24,092 નો મુદામાલ કબજે લીધો હતો અને ટ્રેલર ચાલક શ્રવણસિંગ કિશનસિંગ રાવત રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે તાલુકા પીઆઈ એસ કે ચારેલ, પી એસ આઈ એસ એન સગારકા, ભુપત પરમાર, અંબા પ્રતાપસિંહ જાડેજા, મહાવીરસિંહ પરમાર, ચંદ્રસિંહ પઢીયાર, દેવશીભાઈ મોરી, રમેશભાઈ મુંધવા, કેતનભાઈ અજાણા, સિદ્ધરાજભાઈ લોખીલ, શક્તિસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ પરમાર, ભગીરથભાઈ લોખીલ, અરવિંદ મકવાણા, કુલદીપભાઈ કાનગડ, અજયભાઈ લાવડીયા, યશવંતસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement