મોરબીમાંથી દેશી બનાવટની બંદુક સાથે એક ઝડપાયો
11:40 AM Apr 12, 2025 IST | Bhumika
શહેરના વિસીપરામાં આવેલ સ્મશાન પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા સ્મશાન રોડ પર કેશવાનંદ બાપુના આશ્રમ પાસે એક ઇસમ ગેરકાયદે હથિયાર સાથે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી આરોપી આદિનાભાઈ ઇકબાલભાઈ મકરાણી (ઉ.વ.31) રહે વાવડી રોડ મોરબી વાળાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી દેશી હાથ બનાવટની બંદુક નંગ 01 કીમત રૂૂ 5000 જપ્ત કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement