For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક ઝડપાયો

01:15 PM Jan 04, 2025 IST | Bhumika
મોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબીના મકરાણીવાસમાથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી કિં.રૂૂ. 1,17,000 ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

Advertisement

મોરબી સીટી એ ડીવીઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મકરાણીવાસમા એક ઇસમ પોતાના રહેણાંક મકાને પ્રતિબંધીત ચાઇનીઝ દોરી (ફિરકા) નુ વેચાણ કરતો હોય જેથી ઇસમના રહેણાંક મકાને રેઇડ કરતા ચાઇનીઝ દોરી (ફીરકા) નંગ-180 કિ.રૂૂ.1,17,000/- ના મુદામાલ સાથે આરોપી સાહીલભાઇ રસુલભાઇ કલાડીયા ઉ.વ.23 રહે.મોરબી મકરાણીવાસ બ્રાહમણની ભોજનશાળા પાછળ મોરબીવાળાને પકડી પાડી ઇસમ વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામા ભંગની બી.એન.એસ કલમ.223 તથા જી.પી.એકટ કલમ.131,117 મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement