જેતપુરમાં આઇપીએલ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતો એક ઝડપાયો, ત્રણના નામ ખુલ્યા
જેતપુરના ફૂલવાડી વિસ્તારમાંથી આઈ.પી.એલ. 2025 સીરીઝમાં ચેનઇ સુપરકીંગ તથા હેદરાબાદ સનરાઇઝર ટીમો વચ્ચે રમાતી ટી-20 ક્રિકેટ મેચમા હાર જીતનો ક્રીકેટ સટ્ટો રમતા એક શખ્સને ગ્રામ્ય એલસીબીએ ઝડપી લઇ રોકડ રૂૂ. 11,230 સહીત કુલ કી.રૂૂ. 17,230નો મુદામાલ કબજે કરી ત્રણના નામ ખોલ્યા છે.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહે હાલમા ચાલી રહેલ આઈ.પી.એલ. 2025 સીરીઝમાં રમાતી ટી-20 ક્રિકેટ મેચમા હાર જીતનો ક્રીકેટ સટ્ટો રમતા ઈસમો પકવા સુચના કરતા ગ્રામ્ય એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એલ.સી.બી.ના દિવ્યેશભાઈ સુવા,રાજભાઈ સાંબડા,, નિલેશભાઈ ડાંગર, હરેશભાઈ પરમાર, મિરલભાઈ ચંદ્રવાડીયાના મળેલી સંયુક્ત બાતમીના આધારે જેતપુરમા દરોડો પાડી જેતપુર જુના પાંચ પીપળા રોડ, ગોર્વધન નગર-2માં રહેતા અરવિંદભાઇ જેસુખલાલ પડીયાને આઈ.પી.એલ. 2025 સીરીઝમાં ચેનઇ સુપરકીંગ તથા હૈદરાબાદ સનરાઇઝર ટીમો વચ્ચે રમાતી ટી-20 ક્રિકેટ મેચમા હાર જીતનો ક્રીકેટ સટ્ટો રમતા ઝડપી લઇ રોકડ તથા મોબાઈલ તેમજ અન્ય મુદામાલ કબજે કર્યો હતો.
જેની પુછપરછમાં જેતપુર માર્કેટ યાર્ડ પાસે રહેતા ભરતભાઇ ભરવાડ, ચુનાની ભઠ્ઠી પાસે ઘેટાવાળા પ્લોટ જેતપુરના પ્રકાશભાઇ મકવાણા અને ચાંદની ચોક,જેતપુરના તનાજ લુલાણીયાનું નામ ખુલ્યું હતું.એલસીબીએ રોકડા રૂૂપીયા રૂૂા. 11,230 તેમજ 1 મોબાઇલ સહીત રૂૂા.16,230નો મુદ્દમાલ કબજે કર્યો હતો.