જામનગરના છેતરપિંડીના કેસનો એક આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો
જામનગર ના ઠેબા ગામ ના એક આસામી ને રોકાણ સામે તગડો નફો મળશે તેવી લાલચ બતાવી રૂૂ.1 કરોડ 87 લાખની છેતરપિંડી કરાયાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી. તેની તપાસમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસે મહારાષ્ટ્માંથી એક શખસની અટકાયત કરી છે.
જામનગર તાલુકાના ઠેબા ગામના કૌશિકભાઈ જયસુખભાઈ અગ્રાવત નામના આસામીને ગયા જાન્યુઆરી મહિનામાં એક અજાણ્યા નંબર પરથી મોબાઈલમાં વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો જેમાં રોકાણ સામે તગડા નફાની લાલચ બતાવાઈ હતી.
ત્યારપછી ટ્રેડીંગ એડવાઈઝર તરીકેની ખોટી ઓળખ આપી કૌશિકભાઈએ વિશ્વાસમાં લઈ રૂૂ.1 કરોડ 87 લાખ 44407 ની રકમ પડાવી લેવાઈ હતી. જેની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પીઆઈ આઈ.એ. ધાસુરા ની સૂચના થી સાયબર ક્રાઈમ ટીમે તપાસ શરૂૂ કરી હતી. દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લાના દેગમપેઠ ગામના અબરારઅજીઝ અબ્દુલલતીફ દીવાન નામના શખ્સ ને પુના થી સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને દબોચી લઈ જામનગર ખસેડ્યો છે.
